હર્ષ સંઘવીની હાજરીમાં સુરતમાં બાપ્પાને વિદાય, હજીરા ખાતે ક્રેનથી કરાયું 17 ફૂટની મૂર્તિનું વિસર્જન – જુઓ Video
સુરતમાં ભવ્ય ગણેશ વિસર્જન ઉત્સાહભેર ચાલી રહ્યું છે. હજીરા ખાતે 17 ફૂટથી ઊંચી વિશાળ ગણેશ પ્રતિમાનું ક્રેનની મદદથી વિસર્જન કરવામાં આવ્યું. ડેપ્યુટી સીએમ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સુરક્ષા માટે 10,000 પોલીસ જવાનો તૈનાત કરાયા છે, જ્યારે 90,000 મૂર્તિઓના વિસર્જનની વ્યવસ્થા ગોઠવાઈ છે.
સુરતમાં ગણેશ વિસર્જનનો ઉત્સાહ ચરમસીમા પર છે. શહેરભરમાં સ્થાપિત ગણેશ પ્રતિમાઓને ભક્તિભાવપૂર્વક વિદાય આપવામાં આવી રહી છે. હજીરા પોર્ટ ખાતે 17 ફૂટથી ઊંચી વિશાળ ગણેશ પ્રતિમાનું ક્રેન મારફતે વિસર્જન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય દ્રશ્યો નિહાળવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ હજીરા ખાતે ગણેશ વિસર્જનમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભક્તોના ઉત્સાહમાં વધારો કર્યો હતો અને વિસર્જન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. સુરતમાં કુલ 21 કૃત્રિમ અને 3 કુદરતી ઓવારા પરથી અંદાજે 90,000 જેટલી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 10,000 પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફાયર વિભાગની ટીમ પણ સતત તૈનાત રહી છે. ક્રેનની મદદથી વિશાળ મૂર્તિઓને સુરક્ષિત રીતે પાણીમાં પધરાવવામાં આવી હતી. ભક્તો ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષ સાથે બાપ્પાને વિદાય આપી રહ્યા છે.
Breaking News : વિવાદો બાદ સુમુલ ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની થઈ નિમણૂક, જુઓ Video
દિવાળી-છઠ પૂજાને પગલે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો
કચ્છના ક્રીકમાં BSF દ્વારા પાકિસ્તાની બોટ અને ઘુસણખોર ઝડપાયો
પંચમહાલના 150થી વધુ ઉમરાહ યાત્રી સાઉદી અરેબિયામાં ફસાયા
માતાજીના ઉપાસકને મહિષાસુરોથી કેમ ડર લાગે છે? કાજલ હિન્દુસ્તાની

