AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છેલ્લા 1 વર્ષમાં 60% મોંઘું થયું સોનું… તહેવારોમાં ખરીદી કરવી કે રાહ જોવી ? સમજી લો માર્કેટનું ગણિત

આગામી તહેવારોની સીઝન અને લગ્નગાળો શરૂ થાય તે પહેલાં જ સોનાના બજારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સામાન્ય રીતે જ્યાં આ દિવસોમાં સોનાની ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે, ત્યાં આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સોનાના છૂટક વેચાણમાં અચાનક 8 થી 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. સોનાના ભાવમાં આવેલો રૅકોર્ડબ્રેક ઉછાળો, વૈશ્વિક યુદ્ધની અનિશ્ચિતતા અને ગ્રાહકોની બદલાતી માનસિકતાએ બજારનું ચિત્ર સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. હવે સવાલ એ છે કે, શું તહેવારો પહેલાં સોનાના ભાવ હજુ વધુ ઘટી શકે છે?

| Updated on: Sep 25, 2026 | 4:13 PM
Share
આગામી તહેવારોની સીઝન અને લગ્નગાળાની ખરીદી પહેલાં જ સ્થાનિક બજારમાં સોનાની છૂટક માંગ ધીમી પડી ગઈ છે. સપ્ટેમ્બર મહિનામાં સોનાના છૂટક વેચાણમાં ગયા વર્ષની (2025) સરખામણીએ 8 થી 10 ટકાનો ઘટાડો નોંધાયો છે.

1 / 9
ઊંચી કિંમતો, વૈશ્વિક યુદ્ધની સ્થિતિ અને બજારની અનિશ્ચિતતાના કારણે ગ્રાહકો હાલ પૂરતી ખરીદી કરવાથી બચી રહ્યા છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના આંકડા અને બજાર નિષ્ણાતોના વિશ્લેષણના આધારે સોનાના બજારની પૂરી સ્થિતિ હવે સમજવી જરૂરી બની છે.

2 / 9
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના રાષ્ટ્રીય સચિવ સુરેન્દ્ર મહેતાના જણાવ્યા અનુસાર, 'ગયા વર્ષની સરખામણીએ આ સપ્ટેમ્બરમાં સોનાના વેચાણમાં 8 થી 10 ટકા સુધીનો ઘટાડો આવ્યો છે.' રશિયા-ઈરાન કે અન્ય વૈશ્વિક યુદ્ધની સ્થિતિઓને કારણે ગ્રાહકો અસમંજસમાં છે. ગ્રાહકોને લાગે છે કે, જો યુદ્ધ લાંબુ ખેંચાશે કે સ્થિતિ બદલાશે, તો સોનાના ભાવ હજુ નીચે ગબડી શકે છે.

3 / 9
સુરેન્દ્ર મહેતાનું માનવું છે કે, જ્યાં સુધી યુદ્ધ સમાપ્ત ન થાય અને સોનાની કિંમતો એક સ્થિર દિશામાં આગળ ન વધે, ત્યાં સુધી છૂટક માંગમાં કોઈ મોટો ઉછાળો જોવા નહીં મળે. જો કે, હાલના દિવસોમાં કિંમતોમાં થોડું કરેક્શન (ઘટાડો) જોવા મળ્યું છે પરંતુ ગયા વર્ષની સરખામણીએ સોનાના ભાવ હજુ પણ રેકોર્ડ સ્તરે છે.

4 / 9
ગયા વર્ષે 24-કેરેટ શુદ્ધ સોનાની કિંમત આશરે ₹98,000 પ્રતિ 10 ગ્રામ હતી, જે આ વર્ષે વધીને ₹1.57 લાખ પ્રતિ 10 ગ્રામના સ્તરને પાર કરી ગઈ છે. ટૂંકમાં વર્ષ-દર-વર્ષના ધોરણે આશરે 60%નો વધારો થયો છે.

5 / 9
ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા-ઈરાન તણાવ બાદ MCX પર સોનું ₹1,61,700 પ્રતિ 10 ગ્રામના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હતું. ઓગસ્ટમાં તે ₹1,57,750 ની આસપાસ હતું, જે 24 સપ્ટેમ્બર 2026 સુધીમાં આશરે 4.85% ઘટીને ₹1,50,106 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે.

6 / 9
બોનાન્ઝા પોર્ટફોલિયોના સીનિયર રિસર્ચ એનાલિસ્ટ નિરપેન્દ્ર યાદવના જણાવ્યા અનુસાર, જો તહેવારોની સીઝનમાં કિંમતો વર્તમાન સ્તરથી થોડી વધુ ઘટીને સ્થિર થાય છે, તો અટકેલી ખરીદી બજારમાં પરત ફરી શકે છે. જો કે, ફિઝિકલ જથ્થાના રૂપમાં રિકવરી ધીમી જ રહેશે કારણ કે ભાવ હજુ પણ ખૂબ ઊંચા છે.

7 / 9
આ વખતની તહેવારોની સીઝન 'ઓછું વોલ્યુમ પરંતુ વધારે વેલ્યૂ' વાળી રહેશે. એવામાં ભલે લોકો ઓછા ગ્રામ સોનું ખરીદે પરંતુ કુલ રૂપિયાના મૂલ્યમાં જ્વેલર્સનું વેચાણ મજબૂત દેખાઈ શકે છે. ઓગમોન્ટના ચીફ રિસર્ચ ઓફિસર રેનિશા ચૈનાની અને અન્ય બજાર નિષ્ણાતોનું કહેવું છે કે, ગ્રાહકો હવે પરંપરાગત જ્વેલરીના બદલે અન્ય વિકલ્પોને વધુ પસંદગી આપી રહ્યા છે.

8 / 9
ઊંચી કિંમતોના કારણે ગ્રાહકો ઓછું વજન, ઓછા કેરેટ (18K કે 14K) અને ડાયમંડ-સ્ટડેડ જ્વેલરી તરફ વળી રહ્યા છે. જ્વેલર્સ ગ્રાહકોને આકર્ષવા માટે મેકિંગ ચાર્જ પર છૂટ અને જૂના સોનાના બદલે નવું સોનું આપવા જેવી સ્કીમ ચલાવી રહ્યા છે. ફિઝિકલ સોનાની સરખામણીએ Gold ETF, Gold Coins, Gold Bars અને ડિજિટલ ગોલ્ડમાં રેકોર્ડ રોકાણ જોવા મળી રહ્યું છે. યુવા રોકાણકારો SIP મોડ દ્વારા ડિજિટલ ગોલ્ડમાં પૈસા રોકી રહ્યા છે.

9 / 9
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

‘ચાંદી’ માં કઈંક મોટું થશે… ₹4 લાખ પહોંચશે ભાવ, ઓલ-ટાઇમ હાઈ રેકોર્ડ માટે રહો તૈયાર

Follow Us
g clip-path="url(#clip0_868_265)">