Trending Video: દારૂ પીને બેભાન થઈ ‘વાંદરી’, ભાન આવતા જ દુકાનમાં તોડફોડ કરી અને કર્મચારીને ‘બચકું’ ભર્યું
સોશિયલ મીડિયા પર અવારનવાર વિચિત્ર વીડિયો વાયરલ થતા હોય છે. એવામાં તાજેતરમાં જ આવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક દારૂની દુકાનમાં અચાનક વાંદરી ઘૂસી ગઈ અને દારૂની આખી બોટલ પી ગઈ. દારૂ પીધા પછી ભાન આવતા જ તેણે દુકાનમાં ભારે હોબાળો મચાવ્યો અને કર્મચારી પર હુમલો કરી દીધો.

સામાન્ય રીતે દારૂની દુકાન પર માણસોની ભીડ જોવા મળતી હોય છે પરંતુ જો અચાનક કોઈ વાંદરી ત્યાં પહોંચી જાય તો દ્રશ્ય કેવું હશે? કંઈક આવી જ ઘટનાનો એક વીડિયો (Video) અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો ઝારખંડની રાજધાની રાંચીનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં જણાવાયું છે કે, અહીં એક વાંદરી અચાનક દારૂની દુકાનમાં ઘૂસી ગઈ અને જોતજોતામાં દારૂની આખી બોટલ ગટગટાવી ગઈ. આ પછી તેણે દુકાનમાં એવો હોબાળો મચાવ્યો કે, કર્મચારીઓના પણ હોશ ઊડી ગયા.
દારૂની દુકાનમાં ઘૂસી વાંદરી
આ મામલો રાંચીના ઓરમાંઝી વિસ્તારના બ્લોક ચોક સ્થિત એક શોપિંગ કોમ્પ્લેક્સની દારૂની દુકાનનો હોવાનું કહેવાય છે. આ ઘટના શુક્રવારે 25 સપ્ટેમ્બરના રોજ સાંજે લગભગ 7 વાગ્યાની છે. દુકાનમાં તે સમયે કર્મચારીઓ પોતાનું કામ કરી રહ્યા હતા, ત્યારે જ એક વાંદરી અચાનક કાઉન્ટરની અંદર પહોંચી ગઈ.
જણાવાઈ રહ્યું છે કે, વાંદરીએ દુકાનમાં રાખેલી દારૂની બોટલોમાંથી ‘મેજિક મોમેન્ટ્સ’ની એક ક્વાર્ટર બોટલ ઉપાડી લીધી. આ પછી તેણે આખી બોટલ પી લીધી. દારૂ પીધાના થોડીવાર પછી તેની અસર પણ દેખાવા લાગી. ત્યારબાદ વાંદરી દુકાનના ફ્લોર પર જ બેભાન થઈને પડી ગઈ.
View this post on Instagram
ભાન આવ્યા પછી ખૂબ મચાવ્યો ઉત્પાત
થોડા સમય પછી જ્યારે તેને ભાન આવ્યું તો તેનું વર્તન પૂરેપૂરું બદલાઈ ગયું. તે દુકાનમાં આમ-તેમ ફરવા લાગી અને ત્યાં રાખેલી દારૂની બોટલોને નીચે પાડવા લાગી. કર્મચારીઓએ તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ વાંદરી વધુ ઉગ્ર થઈ ગઈ.
આ દરમિયાન તેણે દુકાનના એક કર્મચારીને બચકું ભરી લીધું. આ પછી દુકાનમાં હાજર લોકો વચ્ચે દોડધામ મચી ગઈ. કોઈક રીતે કર્મચારીઓએ પોતાને તેનાથી દૂર કર્યા અને પોલીસને જાણ કરી.
