AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બળી ગયેલાં વાસણોની કાળાશ મિનિટોમાં થશે ગાયબ, રસોડાની આ 5 વસ્તુઓથી વાસણ ચમકાવવાની સરળ રીત જાણો

ખાવાનું બનાવતી વખતે ઘણીવાર વાસણ બળી જાય છે, જેના કારણે તેના પર કાળું પડ જામે છે. આવી સ્થિતિમાં આ જિદ્દી કાળાશને કેવી રીતે સાફ કરવી તે સમજાતું નથી. જો તમે પણ બળી ગયેલા વાસણને સાફ કરવાની સરળ રીતો શોધી રહ્યા છો, તો અહીં જણાવેલા ઘરેલુ ઉપાયો અજમાવી શકો છો.

| Updated on: Sep 26, 2026 | 11:01 AM
Share
ડિશવોશ લિક્વિડ અને બેકિંગ સોડા: વાસણમાં પાણી ભરી તેમાં થોડું ડિશવોશ લિક્વિડ અને 1 ચમચી બેકિંગ સોડા નાખીને ઉકાળો. પાણી ઉકળવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો. પાણી થોડું હૂંફાળું થાય ત્યારે સ્ક્રબરથી વાસણ સાફ કરો. આનાથી જિદ્દી કાળાશ સરળતાથી દૂર કરવામાં મદદ મળી શકે છે. (Image Source | iStock)

1 / 7
લીંબુ અને મીઠું: વાસણને ચમકાવવા માટે મીઠું અને લીંબુનો ઉપયોગ કરી શકાય છે. કાપેલા લીંબુ પર થોડું મીઠું લગાવી તેને કાળા પડી ગયેલા વાસણ પર સીધું ઘસો. લગભગ 5 મિનિટ સુધી ઘસ્યા બાદ સ્વચ્છ પાણીથી વાસણ ધોઈ લો. (Image Source | iStock)

2 / 7
ડુંગળીની છાલ: બળી ગયેલી કડાઈ અથવા તપેલીમાં પાણી ભરો અને તેમાં ડુંગળીની છાલ નાખીને 10થી 15 મિનિટ સુધી ઢાંકીને ઉકાળો. ત્યારબાદ પાણી કાઢી નાખો અને સ્ક્રબરથી વાસણ સાફ કરો. એલ્યુમિનિયમના વાસણો માટે આ રીત ઉપયોગી થઈ શકે છે. (Image Source | iStock)

3 / 7
બેકિંગ સોડા અને વિનેગર: કાળા પડી ગયેલા વાસણને સાફ કરવા માટે બેકિંગ સોડા અને વિનેગરનો ઉપયોગ કરી શકાય છે. બળેલા અથવા કાળા પડી ગયેલા વાસણમાં 1થી 2 ચમચી બેકિંગ સોડા નાખો અને ઉપરથી સફેદ વિનેગર છાંટો. તેનાથી ફીણ બનશે. તેને 15થી 20 મિનિટ માટે રહેવા દો અને ત્યારબાદ સ્ક્રબરથી હળવું ઘસીને વાસણ ધોઈ લો. (Image Source | iStock)

4 / 7
આમલીનો પલ્પ: થોડી આમલીને પાણીમાં પલાળી તેનો ઘટ્ટ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને કાળા પડી ગયેલા વાસણ પર લગાવી 10થી 15 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ સ્ક્રબરથી હળવું ઘસીને વાસણ ધોઈ લો. આમલીની ખટાશ કાળા ડાઘ દૂર કરવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

5 / 7
મીઠું અને ગરમ પાણી: બળી ગયેલા વાસણમાં ગરમ પાણી ભરો કે કાળો પડેલો ભાગ ઢંકાઈ જાય. તેમાં 2થી 3 ચમચી મીઠું નાખીને 15થી 20 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ પાણી થોડું હૂંફાળું હોય ત્યારે સ્ક્રબરથી હળવું ઘસીને સાફ કરો. (Image Source | iStock)

6 / 7
નોંધ:  આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. વાસણની ધાતુ અને તેની કોટિંગ પ્રમાણે સફાઈની રીત અલગ હોઈ શકે છે. નોન-સ્ટિક વાસણમાં કઠોર સ્ક્રબરનો ઉપયોગ કરવાનું ટાળો. (Image Source | iStock)

7 / 7

આ પણ વાંચો, હવે ભીખ માંગવા માટે પણ જોઇશે લાયસન્સ, જાણો દુનિયાના એવા શહેર વિશે જ્યાં લાયસન્સ વિના ભીખ માંગવી છે ગુનો !

Follow Us
સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ

અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ

સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન

Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય

નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી

વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા

અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video

સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ

વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી

ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર

g clip-path="url(#clip0_868_265)">