પૂજામાં વપરાતું કપૂર આખરે શેમાંથી બને છે? જાણો રસપ્રદ વાત
કપૂર સફેદ, સ્ફટિક જેવો અને તીવ્ર સુગંધ ધરાવતો પદાર્થ છે. ભારતમાં કપૂરનો ઉપયોગ પૂજા, આરતી અને ધાર્મિક વિધિઓમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.

કુદરતી કપૂર મુખ્યત્વે Cinnamomum camphora નામના કપૂરના ઝાડમાંથી તૈયાર કરવામાં આવે છે. (Image Source | iStock)

આ ઝાડના લાકડા અને પાંદડામાંથી મળતા તેલ પર પ્રક્રિયા કરીને કુદરતી કપૂર તૈયાર કરવામાં આવે છે. (Image Source | iStock)

આજે બજારમાં મળતો મોટાભાગનું કપૂર જોકે ઔદ્યોગિક પદ્ધતિથી કૃત્રિમ રીતે તૈયાર કરવામાં આવે છે. (Image Source | iStock)

કૃત્રિમ કપૂર બનાવવા માટે મુખ્યત્વે પાઈન ઝાડમાંથી મળતા ટર્પેન્ટાઈન તેલમાં રહેલા સંયોજનોનો કાચા માલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. (Image Source | Adobe Stock)

ભારતમાં કપૂરનો ઉપયોગ પૂજા, આરતી અને ધાર્મિક વિધિઓમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. (Image Source | iStock)

કપૂર સરળતાથી હવામાં ઉડી જતો પદાર્થ હોવાથી તેને ખુલ્લામાં રાખવામાં આવે તો તે ધીમે ધીમે ઓછો થતો જાય છે. (Image Source | Magnific)

કપૂર પ્રગટાવ્યા બાદ તેનું દહન થાય છે અને તેનો મોટો ભાગ વાયુના સ્વરૂપમાં વાતાવરણમાં ભળી જાય છે. (Image Source | Magnific)

કપૂરનો ઉપયોગ કેટલીક ઔષધીય, સુગંધિત વસ્તુઓ અને ઘરગથ્થુ ઉત્પાદનોમાં પણ કરવામાં આવે છે. (Image Source | Magnific)

જોકે, કપૂર ખાવું જોખમી હોઈ શકે છે. તેથી તેને નાના બાળકો અને પાળતુ પ્રાણીઓથી હંમેશાં દૂર રાખવું જોઈએ. (Image Source | Magnific)

નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | iStock)
આ પણ વાંચો, કપડાં પરથી પરફ્યુમના હઠીલા ડાઘ મિનિટોમાં થશે ગાયબ, અજમાવો રસોડાની આ 5 સરળ વસ્તુ !
