Weather Breaking : ચણીયાચોળી કે રેઇનકોટ શું પહેરવું… નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી, જુઓ Video
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં નવરાત્રી આસપાસ વાતાવરણમાં મોટા પલટાની આગાહી કરી છે. 10 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે.
ગુજરાતમાં નવરાત્રીની આસપાસ વાતાવરણમાં મોટો પલટો આવવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, 10 ઓક્ટોબર બાદ રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે. બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહેલી છે, જેના કારણે નવરાત્રી દરમિયાન હવામાન બદલાઈ શકે છે.
અંબાલાલ પટેલે નવેમ્બર અને ડિસેમ્બર મહિના માટે પણ ભારે ચક્રવાતની આગાહી કરી છે. તેમના મતે, આ ચક્રવાત “ખબર લઈ નાખે તેવા” હોઈ શકે છે. નવેમ્બરની શરૂઆતમાં બંગાળનો ઉપસાગર ફરી સક્રિય થશે, અને 18 નવેમ્બરથી ડિસેમ્બર સુધીમાં મજબૂત ચક્રવાત આવવાની સંભાવના છે.
આ ઉપરાંત, અલ નીનોની અસરને કારણે વધુ માવઠું થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. નવરાત્રી દરમિયાન ગરબા અને તહેવારની તૈયારીઓ વચ્ચે આ હવામાન પલટાની આગાહીથી લોકોનું ધ્યાન હવામાન તરફ ગયું છે. ખેડૂતો અને સામાન્ય લોકોમાં પણ આ Weather Updateને લઈને ઉત્સુકતા વધી છે.
RTO ટેસ્ટમાં ટેક્નિકલ ખામી… રિફંડ આપવાની ના પાડતા યુવક CMOથી ગ્રાહક ફોરમ સુધી પહોંચ્યો, જાણો અંતે શું થયું?

