Gold Silver Rate Today : સતત ઘટી રહ્યા છે સોના-ચાંદીના ભાવ! 25 સપ્ટેમ્બરે અમદાવાદ, મુંબઈથી લઈને દિલ્હી સુધી દેશના મોટા શહેરોમાં શું છે 24 અને 22 કેરેટનો નવો રેટ?
અમેરિકી ડોલરની મજબૂતી, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને ઊંચા સ્તરે નફાવસૂલીને સોનાના ભાવમાં ઘટાડાના મુખ્ય કારણો ગણવામાં આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડનો ભાવ $4,265.50 પ્રતિ ઔંસ છે. દેશમાં સોના અને ચાંદીના ભાવ પર સ્થાનિક પરિબળોની સાથે વૈશ્વિક પરિબળોની પણ અસર પડે છે.

દેશમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 25 સપ્ટેમ્બરની સવારે મોટાભાગના શહેરોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો નોંધાયો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,52,820 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. (Image Source | iStock)

દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,52,820 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,40,090 પ્રતિ 10 ગ્રામ છે. (Image Source | iStock)

મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,39,940 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,52,670 પ્રતિ 10 ગ્રામ છે. (Image Source | iStock)

ચેન્નાઈમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,52,720 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,39,990 પ્રતિ 10 ગ્રામ છે. (Image Source | iStock)

અમદાવાદ 24 કેરેટ સોનાનો ભાવ ₹1,52,720 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,39,990 પ્રતિ 10 ગ્રામ છે. (Image Source | iStock)

પુણે અને બેંગલુરુ બંને શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,52,670 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,39,940 પ્રતિ 10 ગ્રામ છે. (Image Source | iStock)

બીજી કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ ઘટાડો યથાવત છે. 25 સપ્ટેમ્બરની સવારે ચાંદી ઘટીને ₹2,44,900 પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. (Image Source | iStock)

એક દિવસ પહેલા દિલ્હીના સરાફા બજારમાં ચાંદીના ભાવમાં ₹5,000નો ઘટાડો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સિલ્વરનો ભાવ ડોલર 63.60 પ્રતિ ઔંસ છે. આ વર્ષે જાન્યુઆરીમાં દેશમાં ચાંદીનો ભાવ વધીને ₹4 લાખ પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. (Image Source | iStock)

નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock)
આ પણ વાંચો, Breaking News : UPI પેમેન્ટ પર 18% GST નો મોટો વિવાદ, 15 ઓક્ટોબરથી લાગુ થતી નવી MDR વ્યવસ્થા વચ્ચે વેપારીઓ માટે સૌથી મોટા સમાચાર !
