Breaking News: વેસ્ટ ઈન્ડિઝ સામે છેલ્લી 2 શ્રેણીમાં ફ્લોપ, હવે વિરાટ કોહલીની અગ્નિપરીક્ષા
વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં રમવા માટે તૈયાર છે. પ્રશ્ન એ છે કે શું તેનું બેટ આ શ્રેણીમાં સારું પ્રદર્શન કરશે? વેસ્ટ ઈન્ડિઝ સામે છેલ્લી 2 શ્રેણીમાં કોહલી ફ્લોપ રહ્યો છે, એવામાં આ સીરિઝમાં વિરાટની અગ્નિપરીક્ષા થશે.

ભારત 27 સપ્ટેમ્બરથી વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમશે. આ શ્રેણીમાં ફરી એકવાર બધાની નજર વિરાટ કોહલી અને રોહિત શર્મા પર રહેશે.

આ શ્રેણી વિરાટ કોહલી માટે ખાસ મહત્વની છે, કારણ કે તે વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી બે વનડે શ્રેણીમાં તે નિષ્ફળ ગયો હતો, અને જો આ વખતે પણ એવું જ થશે, તો વેસ્ટ ઈન્ડિઝ સામે આ કોહલીની નિષ્ફળતાઓની હેટ્રિક હશે.

વિરાટ કોહલીએ 2022 માં વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી રમી હતી, જેમાં ત્રણ ઇનિંગમાં ફક્ત 26 રન બનાવ્યા હતા. આ શ્રેણીમાં તેની એવરેજ ફક્ત 8.66 હતી.

2019 માં, તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ વનડે મેચમાં ફક્ત 89 રન બનાવ્યા હતા, અને તેની એવરેજ 29.6 હતી.

વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી છ મેચોમાં કોહલીનું પ્રદર્શન ખરાબ રહ્યું છે, પરંતુ હવે નવી શ્રેણી છે, નવો દિવસ છે, અને કોહલીનો અભિગમ પણ અલગ છે.

જોકે હાલ વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે. વિરાટ કોહલીએ તેની છેલ્લી ODI શ્રેણી ઇંગ્લેન્ડ સામે રમી હતી, જેમાં તેણે જોરદાર રીતે સારું પ્રદર્શન કર્યું હતું. તેણે કાર્ડિફમાં 65 અને લોર્ડ્સમાં 74 રન બનાવ્યા હતા.

વર્ષ 2026માં કોહલીનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે. તેણે છ મેચોમાં 64 ની સરેરાશથી 384 રન બનાવ્યા છે. તેણે એક સદી અને ત્રણ અડધી સદી પણ ફટકારી છે.

વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી બે વનડે શ્રેણીમાં ભલે સારું પ્રદર્શન ન કર્યું હોય, પરંતુ વેસ્ટ ઈન્ડિઝ સામે તેનો વનડે રેકોર્ડ જોરદાર છે.

વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે 66.5 ની સરેરાશથી 2261 રન બનાવ્યા છે. કોહલીએ 9 સદી અને 11 ફિફ્ટી છે. (PC:PTI/X)
Breaking News: Asian Games 2026માં મોટો અપસેટ, અફઘાનિસ્તાનની નેપાળ સામે કારમી હાર
