AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Games Breaking News: 44 વર્ષ બાદ મેરેથોનમાં ભારતનો મેડલ, સાવન બરવાલે રચ્યો ઈતિહાસ

એશિયન ગેમ્સ 2026માં ભારતીય એથ્લેટ સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. 2:11:37ના સમય સાથે સાવને પોતાનો જ નેશનલ રેકોર્ડ સુધાર્યો અને 1982 બાદ ભારતને આ ઇવેન્ટમાં પ્રથમ મેડલ અપાવ્યો.

| Updated on: Sep 26, 2026 | 8:19 AM
Share
ભારતના દોડવીર સાવન બરવાલે એશિયન ગેમ્સ 2026માં શાનદાર પ્રદર્શન કર્યું છે. સાવને મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતીને ભારત માટે મોટી સિદ્ધિ મેળવી છે. આ મેડલ સાથે એશિયન ગેમ્સની મેરેથોનમાં ભારતનો 44 વર્ષનો મેડલનો ઈંતઝાર પણ પૂરો થયો છે. (Image Credit Source: Getty Image)

1 / 9
સાવન બરવાલે 42.195 કિલોમીટરની મેરેથોન દોડ 2 કલાક 11 મિનિટ અને 37 સેકન્ડમાં પૂરી કરી હતી. આ સાથે તેમણે પોતાનો જ નેશનલ રેકોર્ડ પણ સુધાર્યો છે. મેરેથોનમાં જાપાનના ઇચિતાકા યામાશિતાએ 2 કલાક 10 મિનિટ 49 સેકન્ડનો સમય નોંધાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચીનના પેયોઉ ફેંગે 2 કલાક 12 મિનિટ 13 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. (Image Credit Source: PTI)

2 / 9
સાવન બરવાલ માટે આ એશિયન ગેમ્સ મેરેથોન ઘણી ખાસ રહી છે. રેસની શરૂઆતથી જ તેઓ આગળ રહેલા દોડવીરોના ગ્રુપમાં હતા. મેરેથોન જેવી લાંબી દોડમાં છેલ્લાં કેટલાક કિલોમીટર ખૂબ મુશ્કેલ હોય છે. આ દરમિયાન દોડવીરોના શરીરમાં થાક વધે છે અને ઝડપ જાળવી રાખવી મુશ્કેલ બને છે. તેમ છતાં સાવને પોતાની ગતિ જાળવી રાખી અને અંતે બીજા સ્થાને રેસ પૂરી કરી. (Image Credit Source: PTI)

3 / 9
આ સિલ્વર મેડલ સાથે સાવન બરવાલે ભારતીય એથ્લેટિક્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે. ભારતે છેલ્લે 1982ની દિલ્હી એશિયન ગેમ્સમાં મેરેથોનમાં મેડલ જીત્યો હતો. ત્યારબાદ ઘણા વર્ષો સુધી ભારતીય દોડવીરો મેરેથોનમાં પોડિયમ સુધી પહોંચી શક્યા નહોતા. હવે સાવન બરવાલે 44 વર્ષ બાદ ભારતને એશિયન ગેમ્સની મેરેથોનમાં મેડલ મળ્યો છે. (Image Credit Source: PTI)

4 / 9
સાવન બરવાલે 2026માં રોટરડેમ મેરેથોનમાં તેમણે 2 કલાક 11 મિનિટ 58 સેકન્ડનો સમય નોંધાવી રેકોર્ડ બનાવ્યો હતો. આ પ્રદર્શન સાથે તેમણે અગાઉનો ભારતીય રેકોર્ડ તોડ્યો હતો. હવે એશિયન ગેમ્સમાં સાવને પોતાનો જ રેકોર્ડ વધુ સારો કર્યો છે. એશિયન ગેમ્સમાં 2:11:37નો સમય નોંધાવીને તેમણે પોતાના રેકોર્ડમાં વધુ સુધારો કર્યો છે. (Image Credit Source: PTI)

5 / 9
સાવન બરવાલની મેરેથોન કારકિર્દી પણ રસપ્રદ રહી છે. તેઓ અગાઉ ટ્રેક ઇવેન્ટ્સમાં દોડતા હતા. 5,000 મીટર અને 10,000 મીટર જેવી દોડમાં પણ તેમણે ભાગ લીધો છે. 2026માં તેમણે પ્રથમ વખત મોટી મેરેથોનમાં ભાગ લીધો હતો. પોતાની પહેલી જ મેરેથોનમાં તેમણે રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો. ત્યારબાદ એશિયન ગેમ્સમાં તેમણે વધુ સારું પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીતી લીધો. (Image Credit Source: X/@AFIIndia)

6 / 9
એશિયન ગેમ્સમાં સાવન બરવાલનું સિલ્વર મેડલ ભારતીય રમતગમત માટે યાદગાર ક્ષણ બની ગયું છે. 44 વર્ષ બાદ ભારતને મેરેથોનમાં મેડલ મળ્યો છે. તેની સાથે સાવને પોતાનો નેશનલ રેકોર્ડ પણ સુધાર્યો છે. 2 કલાક 11 મિનિટ 37 સેકન્ડનો સમય નોંધાવીને સાવને એશિયન ગેમ્સના મંચ પર પોતાની ક્ષમતા સાબિત કરી છે. હવે તેમની આ સિદ્ધિ ભારતીય મેરેથોન માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. (Image Credit Source: Social Media)

7 / 9
સાવન બરવાલની આ જીતથી ભારતીય એથ્લેટિક્સના ચાહકોમાં ખુશીનો માહોલ છે. મેરેથોન જેવી મુશ્કેલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવો અને સાથે નવો નેશનલ રેકોર્ડ બનાવવો તેમના માટે મોટી ઉપલબ્ધિ છે. (Image Credit Source: Social Media)

8 / 9
એશિયન ગેમ્સ 2026માં સાવન બરવાલે માત્ર સિલ્વર મેડલ જ નથી જીત્યો, પરંતુ 44 વર્ષ બાદ ભારતને મેરેથોનના પોડિયમ પર પણ પહોંચાડ્યું છે. (Image Credit Source: X, Social Media)

9 / 9

આ પણ વાંચો: Lionel Messiની ફેરવેલ મેચ! 6 ઓક્ટોબરે Argentinaની 10 નંબરની જર્સીમાં છેલ્લીવાર મેદાન પર ઉતરશે દિગ્ગજ

Follow Us
સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ

અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ

સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન

Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય

નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી

વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા

અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video

સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ

વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી

ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર

g clip-path="url(#clip0_868_265)">