AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સવારે જાગ્યા પછી કેટલી વારમાં નાસ્તો કરવો જોઈએ? જાણો ડાયાબિટીસથી બચવા એક્સપર્ટની સલાહ

સવારે બ્રેકફાસ્ટ ન કરીને સીધું બપોરનું ભોજન (બ્રંચ) લેવાની ટેવ ડાયાબિટીસ સહિતની મેટાબોલિક બીમારીઓનું જોખમ વધારી શકે છે. સવારે જાગ્યા બાદ તુરંત નાસ્તો કરવો કે થોડી રાહ જોવી? શરીરની 24 કલાકની ‘સર્કેડિયન રિધમ’ ક્લોક મુજબ નાસ્તો ક્યારે અને કેવો કરવો જોઈએ? જાણો નિષ્ણાત તબીબ પાસેથી સંપૂર્ણ વિગતો.

| Updated on: Sep 26, 2026 | 5:10 PM
Share
બ્રેકફાસ્ટને લઈને લોકોમાં અનેક પ્રકારના વિચારો અને માન્યતાઓ પ્રવર્તે છે. તેમાંથી સૌથી મોટી ગૂંચવણ નાસ્તાના સમય (ટાઇમિંગ) ને લઈને રહે છે. આજના દોડધામભર્યા જીવનમાં ઘણા લોકો સવારે બ્રેકફાસ્ટ છોડી દઈને સીધું વહેલું લંચ લે છે, જેને સામાન્ય ભાષામાં ‘બ્રંચ’ કહેવામાં આવે છે. પરંતુ જો નાસ્તા સંબંધિત આ ભૂલો રોજિંદા ધોરણે દોહરાવવામાં આવે તો આગળ જતાં ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓનો ખતરો વધી શકે છે. તેથી સવારે જાગ્યા બાદ બ્રેકફાસ્ટ કરવાનો સૌથી યોગ્ય સમય કયો છે તે સમજવું અત્યંત જરૂરી છે.

1 / 7
જાગ્યા પછી કેટલી વારમાં નાસ્તો કરવો યોગ્ય? સવારે ઊઠતાંની સાથે જ તાત્કાલિક નાસ્તો કરી લેવો કે થોડો સમય રાહ જોવી—આ માટે કોઈ એક જડબેસલાક કે નિશ્ચિત નિયમ નથી. તેમ છતાં, આરોગ્ય નિષ્ણાતોના મતે સવારે જાગ્યાના આશરે બે કલાકની અંદર નાસ્તો કરી લેવો એ એક ઉત્તમ આદત છે, ખાસ કરીને ત્યારે જ્યારે તમને કુદરતી રીતે ભૂખ લાગી રહી હોય.

2 / 7
સમયનું ધ્યાન રાખવું કેમ મહત્વપૂર્ણ છે? આપણા શરીરમાં કુદરતી રીતે 24 કલાક ચાલતી એક જૈવિક ઘડિયાળ હોય છે, જેને તબીબી ભાષામાં ‘સર્કેડિયન રિધમ’ (Circadian Rhythm) કહેવાય છે. આ આંતરિક ઘડિયાળ આપણી ઊંઘ, હોર્મોન્સનું સંતુલન, પાચનક્રિયા અને મેટાબોલિઝમ (ચયાપચય) પર સીધી અસર કરે છે. વિવિધ સંશોધનો દર્શાવે છે કે દિવસની શરૂઆતમાં થોડું વહેલું ખાવું એ શરીરના મેટાબોલિક હેલ્થ માટે ઘણું વધારે ફાયદાકારક છે. ખોરાક લેવાની શરૂઆત ખૂબ મોડેથી કરવી અથવા રાત્રે મોડેથી ભોજન લેવું શરીરનું સંતુલન બગાડે છે. અલબત્ત, પથારીમાંથી ઊઠતાંવેંત સીધું જ કંઈક ખાઈ લેવું ફરજિયાત નથી.

3 / 7
સમયનું વ્યવહારુ ગણિત: જો તમે સવારે 7:00 વાગ્યે જાગતા હોવ, તો સવારે 8:00 થી 9:00 વાગ્યાની વચ્ચે નાસ્તો કરી લેવો સૌથી ઉત્તમ માનવામાં આવે છે. પરંતુ જો તમને તે સમયે બિલકુલ ભૂખ ન લાગી હોય, તો પરાણે ખોરાક લેવાની કોઈ જરૂર નથી.

4 / 7
માત્ર સમય નહીં, થાળીમાં શું છે તે પણ જરૂરી: તમે નાસ્તો ક્યારે કરી રહ્યા છો તે જેટલું જરૂરી છે, તેટલું જ મહત્વનું એ પણ છે કે તમે નાસ્તામાં શું ખાઈ રહ્યા છો. સવારના બ્રેકફાસ્ટમાં પ્રોટીન, ફાઈબર અને હેલ્ધી ફેટ્સ (તંદુરસ્ત ચરબી) ધરાવતી ચીજો અચૂક સામેલ કરવી જોઈએ. આનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને આખો દિવસ શરીરમાં યોગ્ય ઉર્જા જળવાઈ રહે છે.

5 / 7
આથી કોઈ એક ફિક્સ સમયનું આંધળું અનુકરણ કરવાને બદલે તમારી સવારની દિનચર્યાને નિયમિત બનાવો. જો તમને સવારે સામાન્ય રીતે ભૂખ ન લાગતી હોય અથવા રાત્રે ખૂબ મોડેથી ડિનર કરવાની કુટેવ હોય, તો તમારા આહારનું યોગ્ય પ્લાનિંગ કરવા માટે ડાયટિશિયનની સલાહ લેવી હિતાવહ છે.

6 / 7
આ લેખ સામાન્ય માહિતીના આધારે લખવામાં આવ્યા છે, વધુ માહિતી માટે સંબંધિત નિષ્ણાત (Expert) ની સલાહ લેવી.

7 / 7

રોટલી કે ભાત… ફેટી લિવરના દર્દીઓ માટે શું છે વધુ ગુણકારી ? જાણો ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટનો સાચો અભિપ્રાય

Follow Us
g clip-path="url(#clip0_868_265)">