AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સિરાજનો બોલ વાગતાં કેપ્ટન શુભમન ગિલ ઘાયલ

વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની શરૂઆત પહેલાં ટીમ ઈન્ડિયાના કેમ્પમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલને પ્રેક્ટિસ દરમિયાન મોહમ્મદ સિરાજનો ઝડપી બોલ જમણી કોણીમાં વાગ્યો હતો. ઈજા બાદ ગિલને તાત્કાલિક સારવાર આપવામાં આવી અને થોડા સમય માટે નેટ્સમાંથી બહાર જવું પડ્યું હતું.

| Updated on: Sep 25, 2026 | 9:10 PM
Share
વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલને ઈજા થઈ હતી. તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ દરમિયાન મોહમ્મદ સિરાજનો ઉછળતો બોલ ગિલની જમણી કોણીમાં વાગ્યો હતો.

1 / 8
બોલ વાગતાં જ ગિલ પીડાથી કણસવા લાગ્યો હતો. ત્યારબાદ તેને તરત જ નેટ્સમાંથી બહાર લઈ જવામાં આવ્યો હતો અને ભારતીય ટીમની મેડિકલ ટીમે તેની તપાસ શરૂ કરી હતી.

2 / 8
ગિલે ફિઝિયો સાથે લગભગ 20 મિનિટ પસાર કરી હતી. આ દરમિયાન તેની જમણી કોણી પર પાટો બાંધવામાં આવ્યો હતો અને તેને થોડો સમય આરામ આપવામાં આવ્યો હતો.

3 / 8
જોકે, થોડા સમય બાદ ગિલનો દુખાવો ઓછો થયો હતો. ખાસ વાત એ રહી કે સત્ર પૂરું થાય તે પહેલાં તે ફરી નેટ્સમાં પરત ફર્યો અને થ્રો-ડાઉનનો સામનો પણ કર્યો હતો.

4 / 8
ગિલ ઈજાગ્રસ્ત થયા બાદ સિનિયર ખેલાડી રોહિત શર્મા પણ તેને મળવા પહોંચ્યો હતો. રોહિતે ગિલની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી અને તેની સાથે વાત કરી હતી.

5 / 8
ગિલની ઈજા પહેલાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પણ નજીકના નેટ્સમાં સાથે બેટિંગ કરી હતી. બંને અનુભવી ખેલાડીઓએ ભારતીય બોલરો અને સ્થાનિક નેટ બોલરો સામે આક્રમક શોટ્સ રમ્યા હતા.

6 / 8
ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે પણ રોહિત અને વિરાટ જેવા સિનિયર ખેલાડીઓની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી હતી. તેણે કહ્યું કે યુવા ખેલાડીઓ ઘણીવાર સિનિયર ખેલાડીઓ સાથે વાત કરવામાં વધુ આરામદાયક અનુભવે છે.

7 / 8
વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડે પહેલાં ગિલની ઈજાએ ટીમની ચિંતા વધારી છે. જોકે, ગિલ ફરી નેટ્સમાં બેટિંગ કરવા પરત ફર્યો હોવાથી હાલની સ્થિતિમાં ટીમ માટે રાહતના સંકેત પણ જોવા મળ્યા છે. (PC:PTI/X)

8 / 8

Breaking News Asian Games 2026: 19 વર્ષીય ખેલાડીનો જલવો, 7 ગોલ્ડ મેડલ જીતી 75 વર્ષનો રેકોર્ડ તોડ્યો

Follow Us
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન

ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video

વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા

‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ

કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video

સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો

અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો

આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ

રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા

g clip-path="url(#clip0_868_265)">