Breaking News: અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ… ચારનો જીવ બચ્યો, સુરક્ષા પર સવાલો – જુઓ Video
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા એક સ્પા સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. કોચરબ આશ્રમ પાસે કોઠાવાલા ફ્લેટ નજીક બનેલી આ ઘટનામાં ચાર લોકો ફસાયા હતા. જો કે, અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને ત્રણ મહિલાઓ અને એક પુરુષ સહિત ચારેયનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. આગમાં સ્પાનું ફર્નિચર અને રોકડ રકમ બળીને ખાખ થઈ ગઈ હતી. પ્રાથમિક તારણ ACમાં ખામીનું સૂચવે છે પરંતુ આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલુ છે.
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા એક સ્પા સેન્ટરમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોચરબ આશ્રમ પાસે કોઠાવાલા ફ્લેટ નજીક બનેલી આ ઘટનામાં ફાયર બ્રિગેડની સાતથી આઠ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગ સમયે સ્પા સેન્ટરની અંદર ચાર લોકો ફસાયા હતા, જેમાં ત્રણ મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે.
અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમે સમયસર અને સઘન કાર્યવાહી કરીને ચારેય લોકોને સલામત રીતે બહાર કાઢી લીધા હતા. આ રેસ્ક્યુ ઓપરેશનને કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હતી. પ્રાથમિક તારણ મુજબ, ACમાંથી ધુમાડો નીકળ્યા બાદ આગ લાગી હોવાનું મનાય છે.
જો કે, આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવશે. આગને કારણે સ્પા સેન્ટરનું ફર્નિચર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું અને રૂ. 50,000 રોકડ તેમજ કાઉન્ટર પરના રૂ. 10,000 પણ સળગી ગયા હતા. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો છે અને હાલમાં આગ લાગવાના કારણની તપાસ ચાલી રહી છે.
હર્ષ સંઘવીની હાજરીમાં સુરતમાં બાપ્પાને વિદાય, હજીરા ખાતે ક્રેનથી કરાયું 17 ફૂટની મૂર્તિનું વિસર્જન – જુઓ Video
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી

