પતિ અને પત્ની બંન્ને છે ક્રિકેટર, આઈપીએલના કેપ્ટનના પરિવારમાં કોણ કોણ છે જાણો
આઈપીએલ 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમની કેપ્ટનશીપ ઋતુરાજ ગાયકવાડ કરશે અને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડને એક બહેન પણ છે જે સોશિયલ મીડિયાથી દુર રહે છે. આજે ઋતુરાજ ગાયકવાડના પરિવાર વિશે જાણીએ

ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડનો જન્મ 31 જાન્યુઆરી 1997ના રોજ મહારાષ્ટ્રના પુણે શહેરમાં થયો હતો. તેમના પિતા દશરથ ગાયકવાડ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)માં કામ કરતા હતા. તેની માતા સવિતા ગાયકવાડ શિક્ષિકા છે.

ઋતુરાજને ક્રિકેટર બનાવવામાં તેના માતા-પિતાએ મહત્વની ભૂમિકા ભજવી છે. 3 જૂન, 2023ના રોજ, ઋતુરાજે તેની ગર્લફ્રેન્ડ ઉત્કર્ષ પવાર સાથે લગ્ન કર્યા છે. તો ચાલો જોઈએ ઋતુરાજ ગાયકવાડના પરિવારમાં કોણ કોણ છે.

19 વર્ષની ઉંમરે ઋતુરાજ ગાયકવાડે 6 ઑક્ટોબર 2016ના રોજ 2016-17 રણજી ટ્રોફીમાં મહારાષ્ટ્ર માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. પરંતુ તે એક મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તેણે રણજી સિઝન છોડવી પડી હતી 25 ફેબ્રુઆરી 2017ના રોજ, તેણે 2016-17 વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્ર માટે લિસ્ટ Aમાં પ્રવેશ કર્યો હતો.

2018-19ની સીઝન રૂતુરાજ માટે ખૂબ જ ખાસ હતી, કારણ કે તેણે રણજી અને વિજય હજારે ટ્રોફી બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેણે તેને ભારત A ટીમમાં સ્થાન મેળવવામાં મદદ કરી હતી. 2018-19 દેવધર ટ્રોફીમાં ભારત-બી ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જ્યારે ડિસેમ્બર 2018માં તેને 2018 ACC ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો.

2021માં રુતુરાજ ગાયકવાડને મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં T20 માં મહારાષ્ટ્ર ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.ચેન્નાઈ સુપર કિંગ્સે 2019ની IPLની ઓક્શનમાં રૂતુરાજ ગાયકવાડને રૂ. 20 લાખની મૂળ કિંમતે ખરીદ્યો હતો.

IPL 2023ના અંત સાથે CSK ઓપનર રુતુરાજ ગાયકવાડે મહારાષ્ટ્રની ક્રિકેટર ઉત્કર્ષ પવાર સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નની તમામ વિધિઓ મહાબળેશ્વરમાં પૂર્ણ કરવામાં આવી હતી. ઉત્કર્ષા એક મહિલા ક્રિકેટર છે, જે સ્થાનિક ક્રિકેટમાં મહારાષ્ટ્ર તરફથી રમે છે. 2023 એશિયન ગેમ્સમાં ઋતુરાજે ભારતીય ટીમનું નેતૃત્વ કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
