ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા સિરીઝમાંથી થશે બહાર!
ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ આવતા મહિને શરૂ થઈ રહ્યો છે. આ ક્રિકેટ શ્રેણીમાં હાર્દિક પંડ્યા ભારતીય ટીમ માટે એક મુખ્ય ખેલાડી હોત. જોકે, હવે એવું લાગે છે કે તે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતીય ટીમ સાથે નહીં હોય. સુત્રોના જણાવ્યા અનુસાર હાર્દિક પંડ્યા ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા સિરીઝમાંથી બહાર થઈ શકે છે. જે ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો છે.

ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ આવતા મહિને શરૂ થઈ રહ્યો છે, અને હાર્દિક પંડ્યા બહાર થઈ શકે છે. ઈજાને કારણે પંડ્યાને પ્રવાસમાંથી ખસી જવું પડી શકે છે.

ટીમ ઈન્ડિયાએ હાર્દિક પંડ્યા વિના ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવો પડશે. અહેવાલો અનુસાર ભારતીય ઓલરાઉન્ડર તેની ઈજામાંથી સ્વસ્થ થયો નથી, જેના કારણે તે એશિયા કપ 2025ની ફાઈનલમાં પણ રમી શક્યો ન હતો. હવે તે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ રમી શકશે નહીં.

એશિયા કપ 2025માં શ્રીલંકા સામેની અંતિમ સુપર 4 મેચમાં હાર્દિક પંડ્યાને ઈજાની જાણ કરવામાં આવી હતી. એશિયા કપ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા રવિ શાસ્ત્રીએ પંડ્યાની ઈજા વિશે માહિતી આપી હતી.ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણી પ્રવાસ 19 ઓક્ટોબરથી શરૂ થશે અને 8 નવેમ્બરના રોજ સમાપ્ત થશે.

BCCIના સૂત્રોના જણાવ્યા અનુસાર, પંડ્યાની હાલની ઈજામાંથી સાજા થવામાં ચાર અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે. આનો અર્થ એ થયો કે જો તે શરૂઆતમાં ટીમ ઈન્ડિયા સાથે પ્રવાસ પર ન જાય, પણ તે ત્યાં કેટલીક T20 મેચો માટે ઉપલબ્ધ રહી શકે છે. જોકે, આ બાબતે અંતિમ નિર્ણય BCCIની મેડિકલ ટીમ દ્વારા તપાસ કર્યા પછી જ લેવામાં આવશે.

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર સૌપ્રથમ ત્રણ મેચની ODI શ્રેણી રમશે, જે 19 ઓક્ટોબર, 23 ઓક્ટોબર અને 25 ઓક્ટોબરે રમાશે. ત્રણ ODI પછી 29 ઓક્ટોબરથી પાંચ મેચની T20I શ્રેણી શરૂ થશે. આ મેચો 8 નવેમ્બર સુધી રમાશે.

29 ઓક્ટોબરે પ્રથમ T20 પછી, ભારત અને ઓસ્ટ્રેલિયા 31 ઓક્ટોબરે બીજી T20, 2 નવેમ્બરે ત્રીજી T20, 6 નવેમ્બરે ચોથી T20 અને 8 નવેમ્બરે પાંચમી T20 રમશે. ODI મેચો પર્થ, એડિલેડ અને સિડનીમાં રમાશે, જ્યારે T20I મેચો કેનબેરા, મેલબોર્ન, હોબાર્ટ, ગોલ્ડ કોસ્ટ અને બ્રિસ્બેનમાં રમાશે. (All Photo Credit : PTI / GETTY)
એશિયા કપ બાદ ટીમ ઇન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સિરીઝ અને બાદમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ODI-T20 સિરીઝ રમશે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
