- અમેરિકામાં ક્રિસમસ પહેલા જ ભારે હિમવર્ષા થતાં શિયાળાની ઠંડીમાં વધારો થયો છે.
- ન્યૂયોર્ક અને ન્યૂજર્સીના અનેક વિસ્તારોમાં બરફના થર જામતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
- રસ્તાઓ પર બરફ જમવાથી વાહનવ્યવહાર પર અસર જોવા મળી રહી છે.
- હિમવર્ષાના કારણે તાપમાન ઘટ્યું છે અને લોકો ગરમ કપડાંમાં દેખાઈ રહ્યા છે.
16 ડિસેમ્બરના મહત્વના સમાચાર: વડોદરામાં ફેવિકોલ ભરેલા ટ્રકને નડ્યો અકસ્માત, ઈડરમાં ગોઝારા અકસ્માતમાં 4 યુવકોના કરૂણ મોત
Gujarat Live Updates : આજ 16 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Gujarat latest live news and samachar today
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોર્ડનની મુલાકાતે છે. ત્યારબાદ તેઓ ઇથોપિયા અને ઓમાન જશે. નીતિશ કુમારનું મંત્રીમંડળ આજે બિહારમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજશે. જેમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિભાગીય સમીક્ષા બેઠક યોજી રહ્યા છે.
પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગોવા, પુડુચેરી અને લક્ષદ્વીપ માટે SIR અંગે મંગળવારે ડ્રાફ્ટ મતદાર યાદીઓ પ્રકાશિત કરવામાં આવશે. MNREGA નું નામ બદલીને “VB-G RAM-G” કરવાનો બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે. સરકારે MNREGA નું નામ બદલીને “VB-G RAM-G” કરવાનો નિર્ણય લીધો છે. દિવસના મુખ્ય સમાચાર અપડેટ્સ માટે નીચે વાંચો…
LIVE NEWS & UPDATES
-
સુરેન્દ્રનગરઃ ભાડુલા ગામે મામલતદાર ટીમ પર ખનીજ માફીયાઓનો હુમલો
ખનીજચોરી અંગે રાતના પેટ્રોલિંગ દરમિયાનની ઘટના બની હતી. 6 લોકોએ ટીમ પર હુમલો કર્યો તેમજ આ વિસ્તારમાં આવવાનું નહીં તેમ કહીને ડ્રાઈવરને લાફો પણ માર્યો હતો. સરકારી વાહનને પણ નુક્સાન પહોંચાડ્યું હતું.
-
સુરતમાં શેર માર્કેટમાં નફાની લાલચે છેતરપિંડી કરનારા 2 ઝડપાયા
30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી હતી. ધર્મેશ ચોપડા અને હિતેશ ચકલાસીયાની સુરત સાયબર સેલ એ ધરપકડ કરી છે.
-
-
ભાવનગર: બે બાઈક વચ્ચે ભયાનક અકસ્માતના CCTV
- ચિત્રા ફુલસર વિસ્તારમાં 2 બાઈક વચ્ચે ગંભીર અકસ્માત
- 1 શખ્સને ગંભીર ઈજા થતા ખસેડાયો હતો હોસ્પિટલ
- બે દિવસ પહેલા સર્જાયો હતો અકસ્માત
-
પીએમ મોદી ઇથોપિયા જવા રવાના થયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોર્ડનથી ઇથોપિયા જવા રવાના થયા છે.
-
પીએમ મોદીએ મથુરા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મથુરા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી.
-
-
વડોદરા: લાલકોર્ટને મ્યુઝિયમમાં પરિવર્તિત કરવા કવાયત
- 33 કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યું છે રિનોવેશન
- આગામી વર્ષમાં તૈયાર થઈ જશે મ્યુઝિયમ
- રાજવી પરિવારના ઇતિહાસને સાંકળતી વંશાવલી પણ કરાશે તૈયાર
- મ્યુઝિયમની સાથે કેફેટેરિયા પણ બનાવવામાં આવશે
-
સુરતમાં સ્વચ્છતાના સરેઆમ ધજાગરા ઉડ્યા
સુરતના કતારગામમાં ખાલી સરકારી પ્લોટ જાણે કચરા પાર્ક બની ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે. કારણ કે આ ખાલી જાહેર પ્લોટ શહેરનો ડમ્પિંગ ઝોન બની ચૂક્યો છે. તેમાં ગાર્ડનનો વેસ્ટ, કેટલોક ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટ તેમજ મકાનોનો વેસ્ટ ફેંકવામાં આવી રહ્યો છે. જેના કારણે ગંદકી, દુર્ગંધ અને અતિક્રમણથી આસપાસમાં રહેતા લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે.
-
વડોદરા: ફેવિકોલ ભરેલા ટ્રકને નડ્યો અકસ્માત
- ડિવાઈડર સાથે અથડાતા ટ્રકનો કચ્ચરઘાણ વળ્યો
- વરણામા નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના
- અકસ્માત બાદ ટ્રકની કેબિનમાં ફસાયો ડ્રાઈવર
- ફાયર વિભાગ દ્વારા ભારે જહેમતે ડ્રાઈવરનું રેસ્ક્યૂ
- અકસ્માત બાદ બેરલ પડતા ફેવિકોલની રેલમછેલ
-
વડોદરા: વિશ્વામિત્રીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી પૂર્ણ થઈ
- વિશ્વામિત્રીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી પૂર્ણ થઈ
- હજુ પણ વિશ્વામિત્રીમાં રહેલો કાટમાળને દૂર કરવા પાલિકાની કવાયત
- પાલિકા દ્વારા 13 જેટલા સ્થળેથી કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી
-
જમ્મુ-કાશ્મીરના મજલ્ટામાં આતંકવાદીઓ સાથે સેનાની અથડામણ
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરના મજલતા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. વચ્ચે-વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે.
-
દિલ્હી: નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધીને મોટી રાહત
નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરાયેલા ચાર્જશીટ અંગે રાઉસ એવન્યુ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. રાઉસ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ વિશાલ ગોગણેએ હાલમાં ED દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર કર્યો છે.
-
પશ્ચિમ બંગાળમાંથી SIR માં 5820898 નામો કાપી નાખવામાં આવ્યા
પશ્ચિમ બંગાળ SIR નો અંતિમ ડેટા જાહેર કરવામાં આવ્યો છે. આ મુજબ રાજ્યમાંથી 5,820,898 લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા છે. આમાંથી 2.4 મિલિયનથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 1,220,038 મતદારો ગુમ છે.
-
ઈડરમાં ગોઝારા અકસ્માતમાં 4 યુવકોના કરૂણ મોત
- સાબરકાંઠાના ઈડરમાં ગોઝારા અકસ્માતમાં 4 યુવકોના કરૂણ મોત
- રેવાસ ગામની સમાજવાડી પાસે કાર, રીક્ષા અને બાઈકની ટક્કર
- ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત, એકનું સારવાર દરમિયાન મોત
-
ભરૂચના દહેજમાં નર્મદા પરિક્રમાવાસીઓને ભારે મુશ્કેલી
- ભરૂચના દહેજમાં નર્મદા પરિક્રમાવાસીઓને ભારે મુશ્કેલી
- દહેજમાં કાંઠા સુધી બોટ ન જતા પરિક્રમા કરતા લોકોને હાલાકી
- બે બોટ વચ્ચે પાટિયું મૂકીને પરિક્રમાવાસીઓની જોખમી અવરજવર
-
ગાંધીનગર: અમદાવાદ-મહેસાણા હાઈવે ફરી અકસ્માત
- ગાંધીનગર: અમદાવાદ-મહેસાણા હાઈવે ફરી અકસ્માત
- ટેમ્પોએ અચાનક બ્રેક મારતા પાછળ એકાએક 4 વાહન ટકરાયા
- શેરથા ગરનાળા પર બની અકસ્માતની ઘટના
- એક વાહનચાલકને સામાન્ય ઈજા, અન્યનો આબાદ બચાવ
- અમદાવાદ મહેસાણા હાઈવે પર વધતા અકસ્માત ચિંતાનો વિષય
-
IPL Auction 2026 : આજે IPL 2026ના ઓક્શનમાં 369 ખેલાડીઓ પોતાનું નસીબ અજમાવશે
IPL 2026 સિઝન માટે એક મીની ઓક્શન યોજાઈ રહી છે. જેમાં કુલ 369 ખેલાડીઓની હરાજી થશે. જોકે ફક્ત 77 ખેલાડીઓ જ ખરીદી માટે પાત્ર રહેશે. ઓક્શન અબુ ધાબીના એતિહાદ એરેના ખાતે કરવામાં આવશે. મીની-ઓક્શનને કારણે કેટલાક ખેલાડીઓ પર મોટી રકમનો વરસાદ થશે, જ્યારે ઘણા સ્ટાર ખેલાડીઓનું ભાવિ નક્કી થશે.
-
લુથરા બ્રધર્સ આજે દિલ્હી પહોંચશે અને તેમને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે
ગોવા નાઈટક્લબમાં આગ લાગવાના કેસમાં 25 લોકોના મોત થયા હતા. જેના માલિકોને આજે ભારત લાવવામાં આવશે અને ટૂંક સમયમાં જ તેમને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
-
ગોંડલના રીબડા ગામે વહેલી સવારે ડિમોલિશન
- ગોંડલના રીબડા ગામે વહેલી સવારે ડિમોલિશન
- વહીવટી તંત્ર દ્વારા હોટેલ પર ડીમોલેશનની કાર્યવાહી
- ગેરકાયદે દબાણ અંગે ત્રણ માસ પૂર્વે અપાયેલી નોટીસની અમલવારી
- મામલતદાર અને પોલીસ સ્ટાફની હાજરીમાં રીબડા ચોકડીએ ડીમોલેશન હાથ ધરાયું
-
મસ્ક બન્યા વિશ્વના સૌથી અમીર વ્યક્તિ
- એલોન મસ્કે તોડ્યો વિશ્વમાં સૌથી અમીર હોવાનો રેકોર્ડ
- મસ્ક બન્યા વિશ્વના સૌથી અમીર વ્યક્તિ
- મસ્કની સંપત્તિએ 600 બિલિયન ડોલરનો આંકડો પાર કર્યો
- મસ્કની સંપત્તિ 677 બિલિયન ડોલરે પહોંચી
- અમેરિકાની મેગઝીન ફોર્બ્સના અહેવાલમાં સંપત્તિનો આંકડો જાહેર કરાયો
-
અમદાવાદ: સરદારનગરમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી
- સરદારનગરના બળિયાદેવનગરમાં દબાણો જમીનદોસ્ત
- પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે AMCની કાર્યવાહી
- બળિયાદેવનગર, ભરવાડવાસ, શિવશક્તિનગર, શર્માજીની ચાલીમાં ડિમોલિશન
-
સુરત: ફરી એકવાર નશાખોરે મચાવ્યો કહેર
- સુરત: ફરી એકવાર નશાખોરે મચાવ્યો કહેર
- નશામાં ધૂત ટ્રક ડ્રાઈવરે સર્જ્યો અકસ્માત
- BRTS રેલિંગમાં ટ્રક ઘૂસી જતા મોટું નુકસાન
- સદનસીબે અકસ્માતમાં જાનહાની ટળી
- ડિંડોલી બ્રિજ પાસે બન્યો અકસ્માતનો બનાવ
- પોલીસે નશામાં ધૂત ટ્રક ડ્રાઈવરની કરી અટકાયત
-
જાફરાબાદમાં ફાયરિંગ, બે ભાઈઓના મોત
રાજધાની દિલ્હીના જાફરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે લગભગ 1:40 વાગ્યે ગોળીબારની ઘટના બની હતી. માહિતી મળ્યા પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. મૃતકની ઓળખ 31 વર્ષીય ફઝીલ તરીકે થઈ હતી.
-
MP-UP અને રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસ, ઘણા શહેરોમાં વિઝિબિલિટી ઓછી
મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના ઘણા શહેરોમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે. ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી 500 મીટર સુધી ઘટી ગઈ છે.
-
અમદાવાદ: તેજ રફ્તાર કારે ફરી મચાવ્યો કહેર
- અમદાવાદ: તેજ રફ્તાર કારે ફરી મચાવ્યો કહેર
- પૂરઝડપે જતી કાર શ્રમિકોના ઝૂંપડામાં ઘૂસી
- અકસ્માતના બનાવમાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત
- તમામને સારવાર માટે LG હોસ્પિટલ ખસેડાયા
- ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરાઈ વધુ કાર્યવાહી
-
મેક્સિકો સિટીમાં પ્લેન ક્રેશ
- મેક્સિકો સિટીમાં પ્લેન ક્રેશ
- પ્લેન ક્રેશમાં 10 લોકોના મોત
- વિમાનમાં સવાર તમામ 10 લોકોના મોત
-
અમેરિકામાં ક્રિસમસ પહેલા જ ભારે હિમવર્ષા
-
દિલ્હી-આગ્રા એક્સપ્રેસ વે પર અનેક બસોમાં આગ લાગી
દિલ્હી-આગ્રા એક્સપ્રેસ વે પર ઘણી બસોમાં આગ લાગી. જાનહાનિની આશંકા છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
#WATCH | Mathura, UP | Several buses catch fire on the Delhi-Agra Expressway. Casualties feared. Further details awaited. pic.twitter.com/9J3LVyeR3P
— ANI (@ANI) December 16, 2025
(Credit Source: ANI)
-
મનરેગાનું નામ બદલવાનું બિલ આજે સંસદમાં રજૂ કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર આજે સંસદમાં એક બિલ રજૂ કરશે. જેમાં મનરેગાનું નામ બદલીને “VB-G RAM-G” કરવામાં આવશે. વિપક્ષ આ બિલનો વિરોધ કરી રહ્યું છે. વિપક્ષી પક્ષોનું કહેવું છે કે સરકાર પોતાની જવાબદારીથી છટકી જવા માટે આ બિલ લાવી રહી છે.
Published On - Dec 16,2025 8:00 AM