David Warnerની લવ સ્ટોરી ટ્વિટરથી શરૂ થઈ હતી, લગ્ન પહેલા જ બન્યો હતો પિતા જાણો રસપ્રદ સ્ટોરી
IPLની 16મી સિઝનમાં દિલ્હી કેપિટલ્સ ટીમની કેપ્ટનશિપની જવાબદારી વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર (David Warner ) સંભાળી હતી, જેની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી.

ડેવિડ વોર્નરે વર્ષ 2015માં કેન્ડિસ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તે પહેલા જ તે પિતા બની ગયો હતો. આ કપલને હાલમાં 3 બાળકો છે અને ત્રણેય દીકરીઓ છે. વોર્નર ઘણીવાર તેની પુત્રીઓ સાથેની રીલ્સ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરે છે.

ક્રિકેટની પીચ પર પોતાના બેટથી વિસ્ફોટક રમીને બોલરોના મનમાં ડર પેદા કરનાર કેપ્ટન ડેવિડ વોર્નર (David Warner )ની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. ડેવિડ વોર્નરની લવ સ્ટોરીની વાત કરીએ તો, તે ટ્વિટર પર તેની પત્ની કેન્ડિસને પહેલીવાર મળ્યો હતો.

ડેવિડ વોર્નર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના ઘણા ફેન્સ ભારતમાં પણ જોવા મળે છે. આ કારણોસર, વોર્નર ઘણીવાર તેના બાળકો અને પત્ની કેન્ડિસ સાથે રીલ્સ બનાવે છે અને તેને સોશિયલ મીડિયા પર શેર કરે છે, જે મોટાભાગે ભારતીય ગીતો અથવા ફિલ્મો પર આધારિત હોય છે.

જ્યારે ડેવિડ વોર્નર અને કેન્ડિસ પ્રથમ વખત ટ્વિટર દ્વારા મળ્યા હતા, ત્યારે વોર્નર એશિઝ સિરીઝ રમવા માટે ઈંગ્લેન્ડ ગયો હતો, તે દરમિયાન તેણે ટ્વિટર પર મેસેજ દ્વારા કેન્ડિસ સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું.

કેન્ડિસ વોર્નરની વાત કરીએ તો, તે એથ્લેટ હોવા ઉપરાંત એક સુપર મોડલ પણ રહી ચુકી છે. વોર્નર સાથે પ્રેમમાં પડ્યા પછી, કેન્ડિસે પોતાની જાતને સંપૂર્ણપણે બદલી નાખી અને તેમનો સંબંધ સતત મજબૂત થતો ગયો.
