AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS : રોહિત શર્મા બાદ કોણ બની શકે છે કેપ્ટન ? લિસ્ટમાં અમદાવાદના ખેલાડીનું નામ સૌથી પહેલા

સિડની ટેસ્ટ બાદ રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈ શકે છે. હવે મોટો સવાલ એ છે કે, ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન કોણ હશે? તો તમને જણાવી દઈએ કે, આ લિસ્ટમાં ગુજરાતી ખેલાડીનું નામ પણ સામેલ છે.

| Updated on: Dec 31, 2024 | 2:04 PM
Share
 ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. સીરિઝની 4 મેચ રમાઈ ચૂકી છે.ટીમ ઈન્ડિયા સિરીઝમાં પાછળ જોવા મળી રહી છે. મેલબોર્ન ટેસ્ટમાં હાર બાદ હવે ભારતીય ટીમ પર WTC ફાઈનલની રેસમાંથી બહાર થઈ જવાનો ખતરો છે.

1 / 6
 ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આગામી ટેસ્ટ ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે જોવા મળી શકે છે. રોહિત શર્માની ગેરહાજરીમાં બુમરાહને પર્થ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ આપવામાં આવી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ જીત પણ મેળવી હતી.

2 / 6
 બુમરાહની કેપ્ટનશીપ જોઈને ચાહકો પણ ખુબ ઈમ્પ્રેસ થયા હતા. આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં બુમરાહ માટે ખુબ શાનદાર રહ્યું છે. તમને જણાવી દઈએ કે, જસપ્રીત બુમરાહ ગુજરાતી છે અને અમદાવાદનો રહેવાસી છે.

3 / 6
ટીમ ઈન્ડિયાનો ધાકડ બેટ્સમેન શુભમન ગિલ આગામી કેપ્ટન બની શકે છે. ઝિમ્બાબ્વે વિરુદ્ધ ટી20 સીરિઝમાં તેને કેપ્ટનશીપ આપવામાં આવી હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી.

4 / 6
આ સિવાય રોહિત ટીમમાં હોવા છતાં કેટલીક વખત ગિલ ટીમ ઈન્ડિયાનો વાઈસકેપ્ટન પણ રહી ચૂક્યો છે. શ્રીલંકા સાથે રમાયેલી વનડે અને ટી20 સીરિઝ માટે ગિલને ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

5 / 6
કે.એલ રાહુલમાં કેપ્ટનની ક્વોલિટી છે. જો રોહિત શર્મા સંન્યાસ લે છે તો તેની ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગ પોઝિશન પણ લગભગ નક્કી છે. વર્ષ 2022માં સાઉથ આફ્રિકા સાથે રમાયેલી ટેસ્ટ સીરિઝની બીજી મેચમાં રાહુલને ટીમ ઈન્ડિયાની પહેલી વખત કમાન મળી હતી. તે સમયે વિરાટ કોહલી ઈજાગ્રસ્ત હતો.

6 / 6

જસપ્રીત બુમરાહને લગતા વધુ સમાચાર વાંચવા માટે તમે અહિં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">