તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળનારી મોનાઝ મેવાવાલા છે કોણ, જેના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે
અભિનેત્રી મોનાઝ મેવાવાલાએ લોકપ્રિય કોમેડી શો TMKOC એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં શ્રીમતી રોશન સિંહ સોઢી તરીકે જોવા મળશે. જ્યારથી મોનાઝ મેવાવાલાનું નામ સામે આવ્યું છે, ત્યારથી ચાહકો જાણવા ઉત્સુક છે કે, આ મોનાઝ મેવાવાલા છે કોણ

મોનાઝ મેવાવાલા જેનિફર મિસ્ત્રી બંસીવાલની જગ્યાએ રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે, તો ચાલો આજે જાણીએ કે, કોણ છે મોનાઝ મેવાવાલ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તેના કાસ્ટ સભ્યોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. ટપુ હોય કે અંજલિ તારક મહેતા, શોમાં આવા ફેરફારો નવા નથી. સૌથી હાલમાં જેનિફર મિસ્ત્રી બંસીવાલના વિવાદાસ્પદ રીતે શોમાંથી બહાર નીકળ્યા પછી શ્રીમતી રોશન સિંઘ સોઢીની ભૂમિકા ભજવવા માટે મોનાઝ મેવાવાલા જોવા મળશે.

મુંબઈની રહેવાસી મોનાઝ લાંબા સમયથી એક્ટિંગ ક્ષેત્રે એક્ટિવ છે. તે જાણીતા અભિનેતા ફિરદૌસ મેવાવાલાની પુત્રી છે, જેને આપણે ઘણી ફિલ્મોમાં જોયા છે.

મોનાઝ મીત મિલા દે રબ્બા, રિશ્તો કી દોર, ઝિલમિલ સિતારો કા આંગન હોગા, જય દુર્ગા, અર્ધાંગિની જેવી સિરિયલોનો ભાગ રહી ચુકી છે અને ટીવીની દુનિયામાં ઘણું નામ કમાયું છે. હવે તે તારક મહેતાના શોમાં આવવા માટે તૈયાર છે.

તમને જણાવી દઈએ કે, અસિત મોદીની વાત કરવામાં આવે તો તે પહેલાથી જ મોનાઝ સાથે કામ કરી ચૂક્યા છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તેની ગ્રાન્ડ એન્ટ્રી માટે તૈયાર છે.
