KKBKKJ Fees: કેમિયો માટે રામચરણે લીધા આટલા કરોડ! પૂજા હેગડેએ વસૂલ કરી મોટી રકમ, શહેનાઝને મળી સૌથી ઓછી રકમ
સલમાન ખાનની (Salman Khan) ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું ટ્રેલર રિલીઝ થતાં જ ફિલ્મની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. ઈદના અવસર પર રિલીઝ થઈ રહેલી આ ફિલ્મના તમામ સ્ટાર્સ હાલમાં ફિલ્મના પ્રમોશનમાં બિઝી છે. આ સાથે જ તેમને આ ફિલ્મમાં કામ કરવા માટે તગડી રકમ પણ મળી છે. તમને જણાવી દઈએ કે લીડ એક્ટર્સે કેટલી ફી લીધી છે.


'કિસી કા ભાઈ કિસી કી જાન' ફિલ્મ સાઉથના સુપરસ્ટાર થાલા અજીત કુમારની ફિલ્મ 'વીરમ'થી ઈન્સ્પાયર છે. આ ફિલ્મ ઈદના અવસર પર રિલીઝ થઈ રહી છે.

રિપોર્ટ મુજબ ફિલ્મના લીડ એક્ટર સલમાન ખાને આ ફિલ્મ માટે 125 કરોડ રૂપિયા લીધા છે. આ સાથે ફિલ્મના નફામાં પણ તેનો થોડો હિસ્સો હશે.

આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે પૂજા હેગડે છે. બંને પહેલીવાર સ્ક્રીન શેયર કરી રહ્યા છે. સમાચાર મુજબ પૂજાને ફિલ્મ માટે 6 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી છે.

વેંકટેશ દગ્ગુબાતી માત્ર સાઉથમાં જ નહીં પરંતુ બોલિવુડમાં પણ જાણીતું નામ છે. આ ફિલ્મમાં તે મહત્વનો રોલ કરી રહ્યો છે અને મીડિયા રિપોર્ટ્સ મુજબ તેને આ ફિલ્મ માટે 8 કરોડ રૂપિયા લીધા છે.

સાઉથ ઈન્ડસ્ટ્રીના 'જગ્ગુ ભાઈ' એટલે કે જગપતિ બાબુ ફિલ્મમાં મુખ્ય વિલનના રોલમાં છે. રિપોર્ટ મુજબ તેને આ ફિલ્મ માટે 1.5 કરોડ રૂપિયા લીધા છે.

સાઉથના હિટ સ્ટાર રામ ચરણે સલમાન ખાનની આ ફિલ્મમાં માત્ર કેમિયો કર્યો છે. પરંતુ રામ ચરણે આ ફિલ્મ માટે મોટી રકમ લીધી છે. રિપોર્ટ મુજબ રામ ચરણને કેમિયો માટે 3 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી છે.

આ ફિલ્મમાં રાઘવ જુયાલ, જસ્સી ગિલ અને સિદ્ધાર્થ નિગમ સલમાનના ભાઈઓના રોલમાં જોવા મળશે. જસ્સી, સિદ્ધાર્થ અને રાઘવને આ ફિલ્મ માટે 70 લાખ રૂપિયાની ફી આપવામાં આવી છે.

સલમાન ખાનની ફિલ્મથી શહેનાઝ ગિલ બોલિવુડમાં ડેબ્યૂ કરી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો તેને આ ફિલ્મ માટે 50 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. પલક તિવારીને તેના કરતા ઓછી ફી આપવામાં આવી છે.

































































