કરીના કપુરથી લઈને શિલ્પા શેટ્ટી સુધી OTT પર ડેબ્યુ કરશે આ સ્ટાર, જુઓ કોણ મચાવશે ધમાલ
આવનારા દિવસોમાં કરીના કપુર (Kareena Kapoor), વરુણ ધવન અને શિલ્પા શેટ્ટી ઓટીટી પર ડેબ્યુ કરશે. તેની ફિલ્મો અને વેબ સિરીઝની જાહેરાત થઈ ચૂકી છે. જે ઓટીટીના અલગ અલગ પ્લેટફોર્મ પર જોઈ શકાશે.


કોરોના મહામારી બાદ ઓટીટીની લોકપ્રિયતા વધી ગઈ છે. હવે મેકર્સ પહેલાથી જ નક્કી કરી લે છે કે, તેણે ફિલ્મ ઓટીટી માટે બનાવવી છે કે, થિયેટર માટે. લોકો માટે હવે ફિલ્મો અને સિરીયલની સાથે વેબ સિરીઝનો પણ ઓપ્શન છે. અનેક એકટર્સ ઓટીટી ડેબ્યુ કર્યું છે. આવનારા દિવસોમાં અનેક મોટા નામ ઓટીટી પર ડેબ્યુ કરવા જશે.

શિલ્પા શેટ્ટી અને સિદ્ધાર્થ મલ્હોત્રા રોહિત શેટ્ટી કોપ યૂનિવર્સ હવે ઓટીટી પર લઈને આવી રહ્યા છે. ઈન્ડિન પોલીસ ફોર્સ વેબ સિરીઝમાં બંન્ને એક્ટર જોવા મળશે. વેબ સિરીઝ આ વર્ષ દિવાળીની આસપાસ પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે.

કરીના કપુર સુજોય ધોષની ફિલ્મ જાને જાથી ડેબ્યુ કરશે. જેમાં તે માયા ડિસુજાની ભુમિકામાં સિંગલ મધરના પાત્રમાં જોવા મળશે. કરીના સિવાય ફિલ્મમાં જયદીપ અહલાવત અને વિજય વર્મા છે. ફિલ્મ 21 સપ્ટેમ્બરના રોજ નેટફ્લિકસ પર રિલીઝ થશે.

પ્રાઈમ વીડિયોની વેબ સિરીઢ કોલ મી બી થી અનન્યા પાંડે ઓટીટી ડેબ્યુ કરશેય જેમાં તે એક અમીર પિતાની પુત્રી તરીકે જોવા મળશે. જેને તેના પરિવારે દુર કરી નાંખી છે. આ વેબ સિરીઝનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. હજુ રિલીઝની જાહેરાત કરવામાં આવી નથી,

પ્રિયંકા ચોપરા અને રિચર્ડ મેડેન સ્ટાર સિટાડેલ આ વર્ષે રિલીઝ થઈ ચૂકી છે. જેનું હિન્દીમાં રિમેક વરુણ ધવન અને સામંથા રુથ પ્રભુ કરશે. આ વેબ સિરીઝ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે.

વાણી કપુર યશરાજ બેનરની ક્રાઈમ થ્રિલર સીરિઝ મંડલા મડર્સથી ડેબ્યુ કરશે. તેણે અત્યારસુધીની સૌથી પડકારજનક ભુમિકા ગણાવી છે. તેનું કહેવું છે કે, તેને ચાહકો અલગ રુપમાં જોશે.

ધર્મા પ્રોડક્શનની ફિલ્મ એ વતન મેરે વતનમાં સારા અલી ખાન 1940ના દશકની એક સ્વતંત્રતા સેનાની ભુમિકા નિભાવતી જોવા મળશે. તેના પાત્રનું નામ ઉષા મહેતા છે. સારાએ પોસ્ટર શેર કરતા ડાયરેક્ટર કન્ન અય્યરનો આભાર માન્યો છે.
Latest News Updates
Related Photo Gallery

































































