Jacqueline Fernandez Pics : ‘વેસ્ટર્ન ગર્લનો દેશી અંદાજ…’ ચમકદાર લેહેંગા-ડીપ નેક બ્લાઉઝ પહેરીને જેકલીને ચલાવ્યો ગ્લેમરનો જાદુ
Jacqueline Fernandez Pics : જેકલીન ફર્નાન્ડિસે સોશિયલ મીડિયા પર પોતાના ગ્લેમરનો જાદુ ચલાવ્યો છે. લેટેસ્ટ તસવીરોમાં તે દેશી લુકમાં જોવા મળી રહી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

Jacqueline Fernandez Pics : બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રીઓમાં જેકલીન ફર્નાન્ડિસનું નામ સામેલ છે. અભિનયની સાથે-સાથે તે પોતાની સુંદરતાથી લોકો પર જાદુ કરતી રહે છે. તે સોશિયલ મીડિયા પર અવાર-નવાર ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરતી રહે છે. (Photo : Instagram Jacqueline Fernandez)

જેકલીને ફરી એકવાર ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ તસવીરોમાં જેકલીન દેશી આઉટફિટમાં જોવા મળી રહી છે. તેણે ચમકદાર લેહેંગા-ડીપ નેક બ્લાઉઝ પહેર્યું છે. આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

જેક્લિને તેના કાનમાં મોટી બુટ્ટી પણ પહેરી છે, સાથે જ તે નાકમાં નોઝ પીન પહેરેલી જોવા મળી રહી છે. તેણે સુંદર મેક-અપ પણ કર્યો છે. આ લુક સાથે તેણે કેમેરાની સામે ઘણા પોઝ આપ્યા છે, જે ધૂમ મચાવી રહ્યા છે.

જેકલીન એક તસવીરમાં કિલર સ્માઈલ પણ આપી રહી છે, જે તેની ચાંદ જેવી સુંદરતામાં વધુ વધારો કરી રહી છે. આ લુક દ્વારા જેક્લીને તેના ફેન્સને ક્રેઝી કર્યા છે. તેની સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. દરેક કોમેન્ટ્સ સેક્શનમાં જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

જેકલીનના ફોટો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, "વેસ્ટર્ન ગર્લનો દેશી અંદાજ." અન્ય એક યુઝરે કમેન્ટ કરી, "ખૂબ જ સુંદર સ્મિત." અન્ય એક યુઝરે લખ્યું, "પરફેક્ટ ફિટનેસ, ખૂબ જ સુંદર દેખાવ." જ્યારે એકે લખ્યું, "ડાયમંડની જેમ ચમકી રહી છે."