Breaking News : બોલિવુડમાં થઈ કોરોનાની એન્ટ્રી, 51 વર્ષની અભિનેત્રી શિલ્પા શિરોડકરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો
શિલ્પા શિરોડકરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી માહિતી આપી.આ પોસ્ટ આવતાની સાથે જ ચાહકો શિલ્પાના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

શિલ્પા શિરોડકરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી માહિતી આપી.

'બિગ બોસ' ફેમ શિલ્પા શિરોડકરની તબિયત સારી નથી. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને જણાવ્યું કે તેણે કોરોના માટે ટેસ્ટ કરાવ્યો હતો અને ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

બિગ બોસ 18ની ભૂતપૂર્વ સ્પર્ધક અને અભિનેત્રી શિલ્પા શિરોડકર કોરોનાની ઝપેટમાં આવી છે. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. શિલ્પાએ પોસ્ટમાં લખ્યું, 'નમસ્તે! મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તમે લોકો સુરક્ષિત રહો અને માસ્ક પહેરો. આ પોસ્ટ આવતાની સાથે જ ચાહકો શિલ્પાના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

જો તમે વિચારી રહ્યા છો કે કોરોના વાયરસના કેસ હવે આવતા નથી, તો તમારે આ વિચારમાંથી બહાર આવવાની જરૂર છે. વિશ્વમાં ફરી એકવાર કોરોના કેસનો ફેલાવો વધવા લાગ્યો છે. હોંગકોંગ અને સિંગાપોરમાં કોરોના ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

હોંગકોંગથી સિંગાપોર સુધી કોરોનાની નવી લહેર શરૂ થઈ ગઈ છે.હોંગકોંગ અને સિંગાપોરમાં એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને લોકોને કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

દરમિયાન, ભારતમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58 નવા કેસની પુષ્ટિ થઈ છે. મુંબઈની KEM હોસ્પિટલમાં બે કોરોના પોઝિટિવ દર્દીઓના મોતના સમાચાર છે. હવેે વધુ એક અભિનેત્રી પણ કોરોનાની ઝપેટમાં આવી છે.
બિગ બોસ 18માં ધમાલ મચાવી ચૂકેલી મહેશ બાબુની સાળી, આવો છે શિલ્પા શિરોડકરનો પરિવાર અહી ક્લિક કરો

































































