રિયાલિટી શો
રિયાલિટી શો એ ટેલિવિઝન પ્રોગ્રામનો એક પ્રકાર છે. જેનો ઉદ્દેશ્ય રોજિંદા જીવનને રજૂ કરવાના ઉદ્દેશ્ય સાથે સામાન્ય લોકો રોજિંદા જીવનમાં અથવા ઘણીવાર પ્રોગ્રામ નિર્માતાઓ દ્વારા બનાવવામાં આવતી પરિસ્થિતિઓમાં કેવી રીતે વર્તે છે તે બતાવવાનો છે. ઘણી વખત લોકોમાં છુપાયેલી ટેલેન્ટને બહાર લાવવામાં આ શો વધારે ભાગ ભજવે છે.
આ શોમાં છેલ્લે કોઈ પણ એક સ્પર્ધક વિનર થાય છે અને જે તે સિઝનની ટ્રોફી જીતે છે. શોમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી રાખવામાં આવે છે અને નવા સ્પર્ધકો એન્ટર થાય છે. રિયાલિટી શોથી ઘણા સ્પર્ધકોનું કરિયર પણ બની જાય છે. રિયાલિટી શોમાં હોસ્ટ હોય છે જે શોને હોસ્ટ કરતા હોય છે. આ શો જજ કરવા માટે દિગ્ગજ લોકોને જજની ખુરશી પર બેસાડવામાં આવે છે. જે સ્પર્ધકોની સ્કીલને યોગ્ય રીતે તરાસે છે. અમુક રિયાલિટી શોમાં ગેસ્ટને બોલાવવામાં આવતા હોય છે જ્યારે અમુક શો સ્પર્ધકોના આધારે ચાલતા હોય છે.
અત્યારે ઘણા રિયાલિટી શો ટીવી પર ધૂમ મચાવે છે. બીગ બોસ, ખતરોં કે ખિલાડી, સિન્ગિંગ શો, માસ્ટર સેફ ઈન્ડિયા, ઈન્ડિયાસ ગોટ ટેલેન્ટ, કપિલ શર્મા શો, કોફી વિથ કરણ, ડાન્સ રિયાલિટી શો, શાર્ક ટંક ઈન્ડિયા વગેરે શોએ લોકોના ઘરે અડિંગો જમાવ્યો છે.