ક્રિકેટર ‘દાદા’ની બાયોપિકમાં જોવા મળશે આયુષ્માન ખુરાના, આ રીતે થયો ખુલાસો
Sourav Ganguly Biopic : આયુષ્માન ખુરાના આ દિવસોમાં ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'ને લઈને ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આયુષ્માન સૌરવ ગાંગુલીની બાયોપિકમાં ગાંગુલીની ભૂમિકા ભજવતો જોવા મળશે. ફિલ્મ પર કામ આ વર્ષે ડિસેમ્બરથી શરૂ થશે.

આયુષ્માન ખુરાના આ દિવસોમાં ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'ને લઈને ચર્ચામાં છે. તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતા ટૂંક સમયમાં સૌરવ ગાંગુલીની બાયોપિકમાં જોવા મળશે. હાલમાં જ આયુષ્માને પોતે આ અંગે પ્રતિક્રિયા આપી છે.

આયુષ્માન ખુરાના આ દિવસોમાં ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'ને લઈને ચર્ચામાં છે. તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે.

હાલમાં જ આયુષ્માને પોતે આ અંગે પ્રતિક્રિયા આપી છે. આયુષ્માને તાજેતરના એક ઇન્ટરવ્યુમાં OMG 2, ગદર 2 અને ડ્રીમ ગર્લ 2 ની બોક્સ ઓફિસની સફળતા અને અન્ય ઘણા મુદ્દાઓ વિશે વાત કરી.

ફિલ્મ પર કામ આ વર્ષે ડિસેમ્બરથી શરૂ થશે. અગાઉ દાદાની બાયોપિકમાં રણબીર કપૂર લીડ રોલમાં જોવા મળશે તેવી ચર્ચા હતી. ત્યારબાદ કાર્તિક આર્યનનું નામ પણ સામે આવ્યું હતું. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે મેકર્સે આયુષ્માન ખુરાનાના નામ પર મહોર મારી દીધી છે.