Chanakya Niti : એક પણ શબ્દ બોલ્યા વિના પણ દુશ્મનને હરાવી શકાય, જાણો આચાર્ય ચાણક્યની આ નીતિ
આચાર્ય ચાણક્ય તેમના સમયના સૌથી જ્ઞાની વ્યક્તિ તરીકે પણ જાણીતા હતા. તેમના જીવનકાળ દરમિયાન, તેમણે અનેક પ્રકારની નીતિઓની રચના કરી, જેને પાછળથી આપણે બધા ચાણક્ય નીતિ તરીકે ઓળખીએ છીએ. જેમાં તેમણે દુશ્મનને એક શબ્દ બોલ્યા વિના પણ હરાવાની નીતિ જણાવી છે.

આચાર્ય ચાણક્ય તેમના સમયના સૌથી જ્ઞાની વ્યક્તિ તરીકે પણ જાણીતા હતા. તેમના જીવનકાળ દરમિયાન, તેમણે અનેક પ્રકારની નીતિઓની રચના કરી, જેને પાછળથી આપણે બધા ચાણક્ય નીતિ તરીકે ઓળખીએ છીએ. જેમાં તેમણે દુશ્મનને એક શબ્દ બોલ્યા વિના પણ હરાવાની નીતિ જણાવી છે.

આચાર્ય ચાણક્ય કહે છે કે જ્યારે તમે શાંતિથી જવાબ આપવાનું બંધ કરો છો, ત્યારે તમારું મૌન જ દુશ્મનનો આત્મવિશ્વાસ તોડી નાખે છે. કંઈ પણ કહ્યા વિના તમે તેની રણનીતિને નિષ્ફળ બનાવી શકો છો.

જ્યારે તમે કોઈ પણ અવાજ કર્યા વિના સફળતા પ્રાપ્ત કરો છો, ત્યારે તે દુશ્મન માટે સૌથી મોટો આંચકો હોય છે. તમારી શાંત પ્રગતિ તેને ઈર્ષ્યા કરાવે છે.

દુશ્મનને સંપૂર્ણપણે અવગણવું એ તેની સૌથી મોટી હાર છે. જ્યારે તે બિન મહત્વપૂર્ણ છે તેવુ તેને લાગવા માંડશે, ત્યારે તે અંદરથી તૂટી જશે.

દુશ્મનની દરેક ચાલની અગાઉથી આગાહી કરીને તૈયાર રહેવાથી તમે અજેય બની શકો છો. યોજનાઓ ગુપ્ત રાખો અને તેની દરેક વ્યૂહરચનાને અગાઉથી નિષ્ફળ બનાવવાની તાકાત વિકસાવો.

જે વ્યક્તિ પોતાના શબ્દો પર કાબુ રાખે છે તે લડ્યા વિના પણ વિજય મેળવી શકે છે. ધીરજ એ સૌથી મોટું શસ્ત્ર છે.

ચાણક્ય કહે છે કે, તમારી માનસિક શક્તિ એટલી મજબૂત બનાવો કે દુશ્મનની કોઈ પણ ચાલાકી તમને વિચલિત ન કરી શકે. બહારથી શાંત રહો અને અંદરથી તૈયાર રહો.

દુશ્મન શું વિચારી રહ્યો છે, તે શું યોજના બનાવી રહ્યો છે તેનું સતત વિશ્લેષણ કરવું - આ તમને હંમેશા આગળ રાખે છે. આ તમારું રક્ષણાત્મક કવચ બની જાય છે.

દરેક ટીકાનો જવાબ આપવો જરૂરી નથી. શાંત રહો અને તમારા લક્ષ્ય તરફ આગળ વધતા રહો - આ જ ખરી જીત છે.

નોંધ : આ લેખ સામાન્ય માહિતી અને માન્યતાઓ પર આધારિત છે. Tv9 ગુજરાતી આ વાતની પુષ્ટિ કરતું નથી.
આચાર્ય ચાણક્યએ તેમણે લખેલા પુસ્તક ચાણક્યનીતિમાં આપણા રોજીંદા જીવનમાં ઉપયોગી થઇ શકે તેવુ ઘણુ બધુ લખ્યુ છે. TV9 ગુજરાતીમાં અમે આ પુસ્તકમાંથી કેટલાક અંશો લઇને તેના ઉપર ઘણા આર્ટિકલ લખ્યા છે. જે અમે જીવનશૈલી નામના ટોપિકમાં સમાવ્યા છે. તમે અહીં ક્લિક કરીને આવા અન્ય આર્ટિકલ વાંચી શકો છો.
