Justin Trudeau Love Story: ભારત સામેના વલણને કારણે વિવાદમાં છે Justin Trudeau, જાણો તેમની પ્રેમ કહાણી
Justin Trudeau and Sophie Love Story : કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને તેમની પત્ની સોફીએ લગ્નના 18 વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય લીધો. આ બંનેનું અલગ થવું જેટલું દુ:ખદ છે, તેમની પ્રેમ કહાણી પણ એટલી જ મધુર છે.

51 વર્ષીય કેનેડિયન વડાપ્રધાન ટ્રુડો પ્રિન્સેસ ઑફ વેલ્સ કેટ મિડલટનથી લઈને વિશ્વભરની છોકરીઓના ક્રશ છે. સોફી સાથેની તેની લવસ્ટોરી બોલિવૂડની ફિલ્મની સ્ટોરી જેવી લાગે છે.

સોફી, જે હાલમાં તેના હોમ ટાઉન ક્વિબેકમાં રહે છે, જસ્ટિનને તેઓ શાળામાં હતા ત્યારથી ઓળખે છે. વડાપ્રધાન જસ્ટિન અને સોફીને ત્રણ બાળકો છે અને આ સુંદર પરિવાર 2018માં પ્રથમ વખત ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યો હતો.

જસ્ટિન ટ્રુડો કેનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન પિયરના પુત્ર છે. વડાપ્રધાન બનતા પહેલા તેઓ વાનકુવરમાં શિક્ષક હતા. વર્ષ 2002માં તેઓ સોફીને મળ્યા હતા. જસ્ટિન અને સોફી બંને નાનપણથી જ એકબીજાને ઓળખતા હતા. ખરેખર, સોફી ટ્રુડોના ભાઈ માઈકલ સાથે ક્લાસમાં અભ્યાસ કરતી હતી. આ કારણે તે અવારનવાર ટ્રુડોના ઘરે આવતી હતી.

જસ્ટિનને સોફી પર ક્રશ હતો, પરંતુ બંને વચ્ચે ચાર વર્ષનો તફાવત હતો. આવી સ્થિતિમાં બંનેએ ક્યારેય રોમાન્સ અને લગ્ન વિશે વિચાર્યું ન હતું. પછી બંને એક ચેરિટી ઇવેન્ટમાં મળ્યા. સોફીએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે તે જસ્ટિનને ભૂલી ગઈ હતી પરંતુ એક દિવસ અચાનક અખબારમાં તેનો એક મોટો ફોટો આવ્યો. આ પછી સોફીને તેના માટે લાગણી જન્મી. પછી તેણે નક્કી કર્યું કે તે ફક્ત જસ્ટિન સાથે જ લગ્ન કરશે. ત્યારપછી જ્યારે બંને એક ચેરિટી ઈવેન્ટમાં મળ્યા ત્યારે બંનેને એક જોડાણ લાગ્યુ.

સોફીએ જસ્ટિનને ઈ-મેઈલ કર્યો, પણ જસ્ટિને તે મેઈલને અવગણ્યો. ત્રણ મહિના પછી, જસ્ટિન અને સોફી શેરીમાં ચાલતી વખતે મળ્યા હતા. જસ્ટિન પછી ઈ-મેલનો જવાબ ન આપવા બદલ સોફીની માફી માંગી અને તેનો ફોન નંબર માગ્યો. સોફીના કહેવા પ્રમાણે, તે ઈચ્છતી હતી કે જસ્ટિન તેને હાંસલ કરવા માટે સખત મહેનત કરે. તેથી તેણે શરુઆતમાં તેને નંબર ના આપ્યો. તેઓએ મે 2005 માં લગ્ન કર્યા. આ દંપતી ત્રણ બાળકોના માતાપિતા છે.