Business Idea : રૂ. 5000નો આ બિઝનેસ તમને લાખો કમાઈ આપશે
ભારતમાં ખાણી-પીણીનું માર્કેટ ધમધોકાર ચાલી રહ્યું છે. એવામાં જો તમે હલકા-ફૂલકા નાસ્તા જેમ કે વેફર, નમકીન અને કૂકીઝનો બિઝનેસ શરૂ કરો છો, તો તમે ઓછી મૂડીમાં સારો નફો મેળવી શકો છો.

ભારતમાં નાસ્તાનું બજાર દર વર્ષે ઝડપથી વધી રહ્યું છે. લોકો ચા સાથે હળવા નાસ્તા તરીકે ચિપ્સ અને નમકીનનો ઉપયોગ કરે છે.

આ વ્યવસાય તમે ખૂબ જ ઓછી મૂડીમાં શરૂ કરી શકો છો. ટૂંકમાં કહીએ તો, માત્ર રૂ. 5000ના ખર્ચમાં તમે શરૂઆત કરી શકો છો. શરૂઆતમાં 1-2 કિલો બટાકા, ચણાનો લોટ, મસાલા, તળવા માટે ઘરેલુ ફ્રાયર મશીન કે ગેસનો ચૂલો, તેલ, પેકિંગ માટે પાઉચ અને અન્ય જરૂરી સામગ્રીથી આ બિઝનેસ શરૂ કરી શકો છો.

આ બધી સામગ્રીથી તમે ચિપ્સ કે નમકીન બનાવવાનો નાનો બિઝનેસ શરૂ કરી શકો છો. નમકીનમાં ચેવડો, ભાખરવડી અને બીજી ઘણી બધી આઇટમો તમે બનાવી શકો છો.

તમે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી બિઝનેસ માર્કેટિંગ કરી શકો છો. આ ઉપરાંત તમે નજીકની સ્થાનિક કરિયાણાની દુકાનો અથવા ચાની દુકાનોમાં પણ તમારો માલ સપ્લાય કરી શકો છો. જો તમારી પ્રોડક્ટ સારી હશે અને પેકેજિંગ આકર્ષક હશે તો દુકાનદાર ફરીથી તમારી પાસેથી માલ મંગાવશે.

આ બિઝનેસમાં માર્જિન 40% થી 50% જેટલું હોય છે. સરળ શબ્દોમાં સમજીએ તો, જો તમે 1000 રૂપિયાનો માલ બનાવો છો, તો તમને 400 થી 500 રૂપિયાનો નફો થાય છે. જેમ જેમ તમારું વેચાણ વધશે તેમ તેમ તમારી આવક પણ ઝડપથી વધશે.

આ સિવાય તમે જથ્થાબંધ ઓર્ડર લેવાનું પણ શરૂ કરી શકો છો. આજના સમયમાં જ્યારે રોજગારનો અભાવ છે અને મોંઘવારી વધી રહી છે, ત્યારે ઓછી મૂડીથી શરૂ થયેલ આ બિઝનેસ યુવાનો માટે એક સારો વિકલ્પ છે.

ચિપ્સ, નમકીન અને કૂકીઝ જેવા ઉત્પાદનોનું બજાર ક્યારેય અટકવાનું નથી. જો તમે મહેનત કરો છો અને સ્માર્ટ માર્કેટિંગ કરો છો, તો તમે આ નાના બિઝનેસથી સારી એવી કમાણી કરી શકો છો.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
