AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 Breaking News : શું ક્રિસ ગેલનો 59 છગ્ગાનો ‘મહારેકોર્ડ’ આ વખતે તૂટશે? આ 8 બેટ્સમેનો છે પ્રબળ દાવેદાર

IPLની 19મી સીઝન શરૂ થવા જઈ રહી છે, અને ઘણા રેકોર્ડ તૂટવાના નક્કી છે. પરંતુ લીગની 5મી સીઝનમાં એક રેકોર્ડ પણ બન્યો હતો. અને છેલ્લા 13 વર્ષથી અકબંધ છે. તે ક્રિસ ગેલનો એક જ સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ છે.

| Updated on: Mar 21, 2026 | 9:01 AM
Share
દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે. 28 માર્ચથી બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આઈપીએલ (IPL) 2026ની સીઝનનો ભવ્ય પ્રારંભ થશે. બેંગલુરુનું આ મેદાન સિક્સર હિટર્સ માટે સ્વર્ગ સમાન માનવામાં આવે છે, કારણ કે અહીંની નાની બાઉન્ડ્રી અને ઊંચાઈ (Altitude) ને કારણે બોલ હવામાં ઝડપથી ટ્રાવેલ કરે છે. આ સીઝનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું કોઈ ક્રિસ ગેલનો 14 વર્ષ જૂનો 'મહારકોર્ડ' તોડી શકશે? વર્ષ 2012 માં ગેલે એક જ સીઝનમાં 59 છગ્ગા ફટકાર્યા હતા. આજે આપણે એવા 8 બેટ્સમેનોનું વિશ્લેષણ કરીશું જેઓ આ વખતે 50 નો આંકડો વટાવીને ઇતિહાસ રચવાની ક્ષમતા ધરાવે છે.

1 / 9
અભિષેક શર્મા:  સનરાઇઝર્સ હૈદરાબાદનો આ નવો સિક્સર કિંગ હાલમાં શાનદાર લયમાં છે. અભિષેક શર્માની સૌથી મોટી તાકાત તેની હાઈ બેટ સ્પીડ અને પાવરપ્લેમાં નિર્ભય થઈને બેટિંગ કરવાની ક્ષમતા છે. તે ક્રિસ ગેલના રેકોર્ડની સૌથી નજીક પહોંચી શકે તેવો ખેલાડી છે કારણ કે તે સેટ થવા માટે સમય નથી લેતો અને પ્રથમ બોલથી જ આક્રમણ શરૂ કરે છે. "અભિષેક શર્માના નામે IPLની એક સીઝનમાં 42 છગ્ગા મારવાનો રેકોર્ડ છે, જે અત્યાર સુધી કોઈ પણ ભારતીય બેટ્સમેન દ્વારા નોંધાવવામાં આવેલો સર્વોચ્ચ આંકડો છે."

2 / 9
વૈભવ સૂર્યવંશી: રાજસ્થાન રોયલ્સનો આ નવોદિત ખેલાડી આખી દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર છે. માત્ર 14 વર્ષની ઉંમરે આવી પ્રચંડ તાકાત બતાવવી એ ક્રિકેટ જગતમાં વિરલ ઘટના છે. સામાન્ય રીતે આ ઉંમરના ખેલાડીઓ ટેકનિક પર ધ્યાન આપે છે, પરંતુ વૈભવમાં કુદરતી રીતે જ મોટા શોટ્સ મારવાની ક્ષમતા છે. ગયા વર્ષે તેને માત્ર 7 મેચમાં તક મળી હતી જેમાં તેણે 24 છગ્ગા ફટકાર્યા હતા. જો તે આ વખતે પૂરી સીઝન રમશે, તો તે ગેલના 59 છગ્ગાના આંકડાને ચોક્કસપણે પડકાર આપી શકે છે.

3 / 9
ઈશાન કિશન: ઈશાન કિશન હવે સનરાઇઝર્સ હૈદરાબાદના કેમ્પમાં છે. સૈયદ મુસ્તાક અલી ટ્રોફી અને તાજેતરના T20 વર્લ્ડ કપમાં તેનું ફોર્મ જોઈને વિરોધી ટીમોના હોશ ઉડી ગયા છે. અહીં એક રોમાંચક વિશ્લેષણ એ છે કે સનરાઇઝર્સ પાસે હવે અભિષેક શર્મા, ઈશાન કિશન અને હેનરિક ક્લાસેન જેવી 'ત્રિપુટી' છે, જે આ ટીમને IPLના ઈતિહાસની સૌથી વધુ છગ્ગા મારનારી ટીમ બનાવી શકે છે. ઈશાન હાલમાં જે રીતે ક્લીન હિટિંગ કરી રહ્યો છે, તે જોતા તે આ યાદીમાં ટોચ પર રહી શકે છે.

4 / 9
નિકોલસ પૂરન: ક્રિસ ગેલ અને કીરોન પોલાર્ડની વિરાસતને જો કોઈ ખેલાડી ખરા અર્થમાં આગળ વધારી રહ્યો હોય તો તે નિકોલસ પૂરન છે. લખનૌ સુપર જાયન્ટ્સ માટે પૂરન એક ફિનિશર અને એન્કર બંનેની ભૂમિકા ભજવે છે. તેની સ્નાયુબદ્ધ તાકાત તેને મેદાનના કોઈપણ ખૂણે છગ્ગા મારવામાં મદદ કરે છે. નિકોલસ પૂરન ગયા સિઝનમાં, લખનૌ સુપર જાયન્ટ્સના આ બેટ્સમેનએ સૌથી વધુ 40 છગ્ગા ફટકાર્યા હતા. આ વખતે પણ પૂરન છગ્ગા મારવાની દોડમાં આગળ વધવાનો પ્રયાસ કરશે.

5 / 9
સૂર્યકુમાર યાદવ: મુંબઈ ઈન્ડિયન્સનો સૂર્યકુમાર યાદવ કોઈ પરંપરાગત પાવર-હિટર નથી, છતાં તે હંમેશા સૌથી વધુ છગ્ગા મારનારાઓની યાદીમાં હોય છે. તેનું કારણ છે તેની 'પેસ યુઝ' કરવાની ટેકનિક. પરંતુ હંમેશની જેમ તે ફરી એકવાર મુંબઈની બેટિંગ લાઇનઅપમાં મુખ્ય ખેલાડી બનશે. તે દરેક સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારાઓની યાદીમાં સતત ટોચના 10 કે 15 ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે. ગયા વર્ષે, તેણે 38 છગ્ગા ફટકાર્યા હતા. આ વખતે તે આ આંકડાને પાર કરવાનો પ્રયાસ કરશે.

6 / 9
હેનરિક ક્લાસેન : જો તાજેતરના વર્ષોમાં સ્પિનરો સામે છગ્ગા ફટકારવાની વાત આવે ત્યારે કોઈ વિદેશી ખેલાડીએ સૌથી વધુ પ્રભાવ પાડ્યો હોય, તો તે દક્ષિણ આફ્રિકાના સ્ટાર હેનરિક ક્લાસેન છે. સનરાઇઝર્સની વિસ્ફોટક બેટિંગ લાઇન-અપનો મુખ્ય ભાગ, ક્લાસેન ઘણા રન બનાવે છે અને વચ્ચેની ઓવરોમાં બેટિંગ કરતી વખતે પણ ઘણા છગ્ગા મારે છે.

7 / 9
મિશેલ માર્શ : ઓસ્ટ્રેલિયન સ્ટાર મિશેલ માર્શ ગયા સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ માટે સૌથી સફળ બેટ્સમેનોમાંના એક હતા, તેમણે 37 છગ્ગા ફટકાર્યા હતા. તે IPL 2026 માં શક્ય તેટલા વધુ છગ્ગા ફટકારવાનો અને તેની ટીમને જીત અપાવવાનો લક્ષ્ય રાખશે. તે આ સિઝનમાં નંબર વન સિક્સર હિટર બનવાનો પણ મજબૂત દાવેદાર છે.

8 / 9
વિરાટ કોહલી : આ યાદીમાં વિરાટ કોહલી સૌથી આશ્ચર્યજનક નામ હોઈ શકે છે. આનું એક કારણ છે: તે છગ્ગા ફટકારનાર તરીકે જાણીતો નથી. જોકે છેલ્લા બે વર્ષમાં કોહલીએ આ ક્ષમતામાં સુધારો કર્યો છે. IPL 2024 માં જ્યારે અભિષેક સૌથી વધુ છગ્ગા 42 ફટકાર્યા હતા, ત્યારે કોહલી 38 સાથે બીજા ક્રમે હતો. તાજેતરમાં, કોહલીએ વિવિધ ODI શ્રેણીઓમાં છગ્ગા ફટકારવામાં વધુ રસ દાખવ્યો છે અને તે સફળ રહ્યો છે. જો તે આ વખતે ફરીથી આવું કરે તો નવાઈ નહીં લાગે.
Photos Credit: Getty Images

વિરાટ કોહલી : આ યાદીમાં વિરાટ કોહલી સૌથી આશ્ચર્યજનક નામ હોઈ શકે છે. આનું એક કારણ છે: તે છગ્ગા ફટકારનાર તરીકે જાણીતો નથી. જોકે છેલ્લા બે વર્ષમાં કોહલીએ આ ક્ષમતામાં સુધારો કર્યો છે. IPL 2024 માં જ્યારે અભિષેક સૌથી વધુ છગ્ગા 42 ફટકાર્યા હતા, ત્યારે કોહલી 38 સાથે બીજા ક્રમે હતો. તાજેતરમાં, કોહલીએ વિવિધ ODI શ્રેણીઓમાં છગ્ગા ફટકારવામાં વધુ રસ દાખવ્યો છે અને તે સફળ રહ્યો છે. જો તે આ વખતે ફરીથી આવું કરે તો નવાઈ નહીં લાગે. Photos Credit: Getty Images

9 / 9

Iran Israel Us War ને કારણે ક્રિકેટ બોલની અછત સર્જાઈ, નવી સીઝન પહેલા ટેન્શન વધ્યું, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">