ઈશાન કિશન
ઝારખંડનો વિકેટકિપર અને લેફ્ટ હેન્ડ ઓપનિંગ બેટ્સમેન ઇશાન કિશન વર્ષ 2016માં અંડર-19 ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો, જેમાં ફાઇનલમાં ભારતની વેસ્ટ ઇન્ડિઝ સામે હાર થઇ હતી.
ઇશાન સૌપ્રથમ ઓક્ટોબર 2015માં ચર્ચામાં આવ્યો હતો. જ્યારે તેણે રણજી ટ્રોફી મેચમાં સૌરાષ્ટ્ર સામે 69 બોલમાં 87 રન કર્યા હતા. આ મેચમાં ઈશાન કિશને 6 છગ્ગા ફટકાર્યા હતા. 2016 આઇપીએલ ઓક્શનમાં ગુજરાત લાયન્સની ટીમે 17 વર્ષીય ઇશાનને 35 લાખમાં ખરીદ્યો હતો.
ઇશાન કિશન વનડે ક્રિકેટમાં એક માત્ર ક્રિકેટર છે જેણે તેની પ્રથમ સદીને બેવડી સદીમાં કન્વર્ટ કરી હતી. તેણે 2022માં બાંગ્લાદેશ સામે 210 રન કર્યા હતા. ઇશાન કિશને ટી-20 ક્રિકેટમાં માર્ચ 2021માં ઇંગ્લેન્ડ સામે પોતાના આંતરાષ્ટ્રીય ક્રિકેટ સફરની શરૂઆત કરી હતી. વન-ડેમાં જુલાઇ 2021માં શ્રીલંકા સામે અને ટેસ્ટમાં 2023માં વેસ્ટ ઇન્ડિઝ સામે ડેબ્યૂ કર્યુ હતુ.