Breaking News: શાઈ હોપે ODI ક્રિકેટનો ઇતિહાસ બદલી નાંખ્યો, આવું કરનાર પ્રથમ વિકેટકીપર-કેપ્ટન બન્યો
Shai Hope Records : વેસ્ટઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે ભારત વિરુદ્ધ વનડે સીરિઝની છેલ્લી મેચમાં એક રેકોર્ડબ્રેક ઈનિગ્સ રમી હતી. તેમણે અણનમ 162 રન બનાવી વનડે ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે.

ભારત વિરુદ્ધ વનડે સીરિઝની છેલ્લી મેચમાં વેસ્ટઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે અણનમ 162 રનની ઐતિહાસિક ઈનિગ્સથી અનેક મોટા રેકોર્ડ તોડ્યા છે.

352 રનના ટાર્ગેટનો પીછો કરતા શાઈ હોપે 143 બોલમાં 17 ચોગ્ગા અને 3 સિક્સ ફટકારી માત્ર પોતાની ટીમને 5 વિકેટથી જીત અપાવી નથી પરંતુ આ સાથે વનડે ક્રિકેટના ઈતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરથી લખ્યું છે.

વનડે ક્રિકેટના 55થી વધુ વર્ષના ઈતિહાસમાં શાઈ હોપ પહેલો એવો વિકેટકીપર કેપ્ટન બન્યો છે. જેમણે 150થી વધારે રનની ઈનિગ્સ રમી છે.

આ પહેલા એક વિકેટકીપર કેપ્ટન તરીકે સૌથી મોટી ઈનિગ્સનો રેકોર્ડ એબી ડિવિલિયર્સના નામે હતો. ડિવિલિયર્સે વર્ષ 2015માં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ 44 બોલમાં તોફાની ઈનિગ્સ રમી 149 રન બનાવ્યા હતા.

ભારત વિરુદ્ધ વનડે ક્રિકેટમાં ટાર્ગેટનો પીછો કરતા કોઈ પણ બેટ્સમેન દ્વારા રમાયેલી આ સૌથી મોટી ઈનિગ્સ પણ છે.

શાઈ હોપે શ્રીલંકાના તિલકરત્ને દિલશાનના 17 વર્ષ જુના રેકોર્ડને તોડ્યો છે. દિલશાને 2009માં રન ચેન્જ દરમિયાન ભારત વિરુદ્ધ 160 રનની ઈનિગ્સ રમી હતી.

વનડે ઈતિહાસમાં ભારત વિરુદ્ધ કેપ્ટન તરીકે 150થી વધારે રન બનાવનારા ખેલાડીની આ ખાસ ક્લબમાં પણ શાઈ હોપે પોતાનું સ્થાન બનાવ્યું છે. તે આ સ્થાન સુધી પહોંચનાર વર્લ્ડનો માત્ર ચોથો કેપ્ટન બન્યો છે.

વેસ્ટઈન્ડિઝ ક્રિકેટના ઈતિહાસમાં વનડે રન ચેજમાં સૌથી મોટી ઈનિગ્સ રમવા મામલે શાઈ હોપે દિગ્ગજ ક્રિસ ગેલના રેકોર્ડની બરાબરી કરી છે.

ક્રિસ ગેલે પણ વર્ષ 2019માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 162 રન બનાવ્યા હતા. (ALL Photo : PTI)
IND vs WI : આમિર જાંગુની ખાસ હેટ્રિક, ભારતમાં આ સિદ્ધિ હાંસલ કરનાર વેસ્ટ ઈન્ડિઝનો પ્રથમ બેટ્સમેન બન્યો અહી ક્લિક કરો
