₹5 કરોડ રોકીને સચિને કમાયા ₹130 કરોડ, 400% રિટર્ન આપનારા શેરમાં બ્રોકરેજે આપ્યો ₹3,200નો ‘મોટો ટાર્ગેટ’
ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર માત્ર મેદાન પર જ નહીં પરંતુ સ્ટોક માર્કેટમાં પણ માસ્ટર બ્લાસ્ટર સાબિત થયા છે. તેમણે એક મલ્ટિબેગર શેરમાં માત્ર ₹5 કરોડનું રોકાણ કર્યું હતું, જે આજે વધીને ₹130 કરોડથી પણ વધુ થઈ ચૂક્યું છે. લિસ્ટિંગ બાદ ધૂમ કમાણી કરાવી આપનારા આ શેરે રોકાણકારોને લગભગ 400% સુધીનું વળતર આપ્યું છે અને બ્રોકરેજ ફર્મ્સ હજુ પણ તેમાં મોટી તેજીની આગાહી કરી રહી છે.

ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે જે કંપનીમાં રોકાણ કર્યું છે, તેના શેરમાં તોફાની તેજીનો તબક્કો યથાવત છે. તેમણે 5 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જે અત્યારે વધીને 120 થી 130 કરોડ રૂપિયા થઈ ચૂક્યું છે. આ શેરનું નામ 'આઝાદ એન્જિનિયરિંગ લિમિટેડ' (Azad Engineering Limited) છે.

સચિન તેંડુલકરે 6 માર્ચ, 2023ના રોજ હૈદરાબાદની આઝાદ એન્જિનિયરિંગમાં ₹5 કરોડનું રોકાણ કર્યું હતું. તેમણે ₹114.10 પ્રતિ શેરની સરેરાશ કિંમતે પ્રી-IPO શેર ખરીદ્યા હતા.

આઝાદ એન્જિનિયરિંગનો શેર છેલ્લા 6 મહિનામાં 100 ટકાથી વધુ ભાગ્યો છે. ગુરુવારે 01 ઓકટોબરને રોજ તેના શેર -3.45% ઘટીને 2861 રૂપિયાના સ્તરે બંધ થયા હતા. બુધવારે 30 સપ્ટેમ્બરને રોજ BSE પર ભારે વોલ્યુમ વચ્ચે આઝાદ એન્જિનિયરિંગના શેરની કિંમત 7 ટકા વધીને ₹3,126ના નવા ઓલ-ટાઇમ હાઇ સ્તરે પહોંચી ગઈ હતી. જો કે, ગુરુવારે 01 ઓકટોબરને તેમાં 3 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 2861 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.

6 એપ્રિલે તેના શેરની વેલ્યુ 1560 રૂપિયા હતી અને અત્યારે તે 2861 રૂપિયાના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. આવનારા સમયમાં આ શેરમાં વધુ તેજી જોવા મળી શકે છે.

બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝે આઝાદ એન્જિનિયરિંગ પર પોતાનું BUY રેટિંગ જાળવી રાખ્યું છે અને ટાર્ગેટ પ્રાઇસને પહેલાના ₹1,900 થી વધારીને ₹3,200 કરી દીધો છે. બ્રોકરેજે પોતાના વેલ્યુએશનને FY29 સુધી આગળ વધાર્યું છે અને FY29ની અંદાજિત અર્નિંગ્સ પર શેર (EPS)ના 55 ગણાનો ટાર્ગેટ મલ્ટિપલ નક્કી કર્યો છે.

ICICI સિક્યોરિટીઝના એનાલિસ્ટ્સને આશા છે કે, કંપનીને વધુ મોટા ઓર્ડર મળશે. આનાથી તાજેતરમાં શરૂ થયેલા યુનિટ માટે આગામી 5-6 વર્ષ સુધી કામની સ્પષ્ટતા બનેલી રહેશે. બ્રોકરેજ ફર્મે એક નોટમાં જણાવ્યું કે, "અમે FY29ના અંદાજ રજૂ કરી રહ્યા છીએ અને અમારા ટાર્ગેટ મલ્ટિપલને FY29 સુધી વધારી રહ્યા છીએ, જેનાથી ₹3,200 (55x FY29E EPS)નો ટાર્ગેટ પ્રાઇસ નક્કી થયો છે."

આઝાદ એન્જિનિયરિંગ લિમિટેડના શેર 28 ડિસેમ્બર, 2023ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર ₹720 અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર ₹710 પર લિસ્ટ થયા હતા. આ તેના ₹524 પ્રતિ શેરના ફાઇનલ IPO ઇશ્યૂ પ્રાઇસ સામે મજબૂત પ્રીમિયમ હતું. હાલના સમયમાં શેરની કિંમત લગભગ ત્રણ હજારની નજીક ટ્રેડ કરી રહી છે. લિસ્ટિંગથી અત્યાર સુધીમાં આ શેરે લગભગ 400 ટકાનું વળતર આપ્યું છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શું ‘સોનું’ સીધું ₹1 લાખની નીચે આવશે ? એક ચાર્ટે પોલ ખોલી દીધી, જાણો ‘3 મોટા કારણ’
