Breaking News: તક મળતાં જ કેએલ રાહુલે ફટકારી સદી, ODIનો સૌથી મોટો સ્કોર બનાવ્યો
ભારત-વેસ્ટ ઈન્ડિઝ ODI શ્રેણીની પહેલી અને બીજી મેચમાં કેએલ રાહુલને બેટિંગ કરવાની તક મળી ન હતી. કારણ કે કેપ્ટન ગિલ, રોહિત અને વિરાટ કોહલીએ ઘણા રન બનાવ્યા અને સદી પણ ફટકારી હતી. જોકે ત્રીજી કેએલ રાહુલને બેટિંગ કરવાની તક મળી અને તેણે આ તકનો પૂરો લાભ ઉઠાવ્યો અને શાનદાર સદી ફટકારી હતી.

ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણીની પહેલી બે મેચ સરળતાથી જીતી લીધી. બંને મેચમાં, ભારતીય ટીમે લક્ષ્યનો પીછો કર્યો, અને તેના ટોચના ત્રણ બેટ્સમેનોએ બધા રન બનાવ્યા. આનાથી મધ્યમ ક્રમના બેટ્સમેનોને ક્યારે તક મળશે તે અંગે પ્રશ્નો ઉભા થયા.

આખરે ત્રીજી અને અંતિમ મેચમાં મધ્યમ ક્રમના બેટ્સમેનોને બેટિંગની તક મળી અને વિકેટકીપર બેટ્સમેન અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલે ધમાકેદાર સદી ફટકારી હતી.

કેએલ રાહુલે માત્ર 87 બોલમાં 129 રનની શાનદાર ઇનિંગ રમી હતી. રાહુલની સદીના આધારે ભારતે પ્રથમ બેટિંગ કરતા 351 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

ફક્ત 3 રનમાં જ ભારતે કેપ્ટન શુભમન ગિલ અને વિરાટ કોહલીની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાંથી રોહિત શર્મા અને ઋતુરાજ ગાયકવાડે મજબૂત ભાગીદારી કરી ઇનિંગને સાંભળી અને ત્યારબાદ કેએલ રાહુલે શાનદાર સદી સાથે ઈનિંગનો અંત કર્યો હતો.

ઇનિંગની 25મી ઓવરમાં બેટિંગ કરવા આવેલો કેએલ રાહુલ પછી અંત સુધી રહ્યો. અપેક્ષા મુજબ તેણે સાવધાનીપૂર્વક શરૂઆત કરી. પરંતુ એકવાર સેટ થઈ ગયા પછી તેણે બોલરોની જોરદાર ધુલાઈ કરી હતી.

રાહુલે 41 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને પછી તેનો રન રેટ વધાર્યો. અંતે ઇનિંગની 49મી ઓવરમાં રાહુલે ડીપ સ્ક્વેર લેગ પર છગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી. તેની સદી માત્ર 80 બોલમાં થઈ, જે તેમની નવમી વનડે સદી અને આ વર્ષની બીજી સદી હતી.

પરંતુ રાહુલ ત્યાં અટક્યો નહીં અને છેલ્લી ઓવર સુધી ચોગ્ગા અને છગ્ગા ફટકારતો રહ્યો, જેના કારણે ભારતે 50મી ઓવરમાં 22 રન બનાવ્યા અને 351 ના મજબૂત સ્કોર સાથે ઇનિંગનો અંત કર્યો. રાહુલે માત્ર 87 બોલમાં 129 રન બનાવ્યા, જે તેની ODI કારકિર્દીનો સૌથી મોટો સ્કોર પણ છે.

ભારતની સાતમી વિકેટ 45.4 ઓવરમાં પડી ગઈ, અને તે સમયે સ્કોર 290 હતો. રાહુલ 78 રન પર હતો. આ પછી, ભારતે આગામી 26 બોલમાં 61 રન ઉમેર્યા, જેમાં ગુર્નુર બ્રારે માત્ર 8 રન બનાવ્યા, જ્યારે રાહુલે 20 બોલમાં 51 રન બનાવ્યા હતા. (PC:X/BCCI)
Breaking News Asian Games 2026: હોકીમાં ભારતે જીત્યો બીજો ગોલ્ડ મેડલ, ટીમ ઈન્ડિયા ઓલિમ્પિકમાં ક્વોલિફાય
