Stock Market : 1126% નું રિટર્ન અને હવે કંપની આપશે 1 પર 1 શેર ‘ફ્રી’, તમને આનો લાભ મળશે કે નહી?
આજે એટલે કે 10 સપ્ટેમ્બરના રોજ સ્ટોક માર્કેટની શરૂઆત તો તગડી રહી પરંતુ અંતમાં મોટાભાગના શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, આ બધા વચ્ચે 1126% નું રિટર્ન આપનારી કંપનીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી છે.

કોચીન શિપયાર્ડ ડિવિડન્ડ ₹2.25/શેર, રેકોર્ડ ડેટ આજે 12 સપ્ટેમ્બર છે આ કારણે આ શેરમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે.

કંપનીએ બોનસ શેર માટે 15 સપ્ટેમ્બરની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. ટૂંકમાં 15 સપ્ટેમ્બર પહેલા તમારે આ શેર ખરીદવો પડશે અને તેને તમારી પાસે રાખવો પડશે, જેથી તમે આ બોનસ શેર માટે યોગ્ય પાત્ર બનો. આ કંપનીએ છેલ્લે વર્ષ 2008 માં બોનસ શેરની જાહેરાત કરી હતી. કંપની 16 વર્ષ પછી ફરીથી બોનસ શેર આપવા જઈ રહી છે.

ટૂંકા ગાળામાં ડિવિડન્ડ અને ઓર્ડર ફ્લોથી સકારાત્મક સંકેત મળી રહ્યા છે તેમજ લોંગ ટર્મ માટે ડિફેન્સ ઉત્પાદન અને નિકાસમાં સતત વિસ્તરણ થવાના કારણે પણ શેરમાં ઉછાળો આવી રહ્યો છે.

કંપનીનું માર્કેટ કેપ રૂ. 10,815 કરોડ છે. બુધવારના ટ્રેડિંગ સત્રમાં, કંપનીનો શેર 2% વધીને રૂ. 490 ના સ્તરે પહોંચ્યો પરંતુ બજાર બંધ થયા પછી શેર 0.11% ના નાના ઘટાડા સાથે રૂ. 476 ના સ્તરે બંધ થયો.

આ કંપનીના શેરે છેલ્લા 5 વર્ષમાં રોકાણકારોને 1126% નું રિટર્ન આપ્યું છે. આમ તે લોન્ગ ટર્મના રોકાણકારો માટે એક સારો શેર સાબિત થયો છે, જ્યારે છેલ્લા 3 વર્ષમાં શેરના ભાવમાં 306% નો વધારો જોવા મળ્યો છે.

ટાઈમ ટેક્નોપ્લાસ્ટ કંપનીના શેરના ટૂંકા ગાળાના પ્રદર્શન વિશે વાત કરીએ તો, છેલ્લા 6 મહિનામાં શેરના ભાવમાં 33% નો વધારો જોવા મળ્યો છે, જ્યારે શેરે છેલ્લા 3 મહિનામાં 8% અને 1 મહિનામાં 3% રિટર્ન આપ્યું છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
