નાનકડા ગામની આર્થિક નબળી પરિસ્થિતીની મહિલાઓએ સેનેટરી નેપકીન બનાવવુ અભિયાન શરુ કર્યુ, 2 લાખ ગરિમા પેડ બનાવ્યા

ગામડાની મહિલાઓમાં સેનેટરી નેપકીન અંગેની ઘણી બધી જનજાગૃતિનો વ્યાપ્ત થયો છે. જે મહિલાઓ પહેલા સેનેટરી પેડ વિશે ક્યારેય કોઈ જાતની વાત કરતા પણ દૂર ભાગતી હતી તેવી મહિલાઓમાં આ અભિયાન થકી સુધારો જોવા મળ્યો છે.

Natwar Parmar
| Edited By: | Updated on: Apr 19, 2023 | 11:52 PM
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઓવનગઢ ગામમાં ગામની 17 મહિલાઓ દ્વારા એક નવતર પ્રયોગથી ગરીમા નામના સેનેટરી નેપકીન બનાવવાનું એક ભગીરથ કાર્ય શરૂ કરવામાં આવેલ. આ કાર્ય આજથી ચાર વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યુ હતુ.

1 / 5
અહીં કામ કરતી મોટા ભાગની મહિલાઓ માં ગામની ગરીબ તથા વિકલાંગ મહિલાઓનો સમાવેશ થાય છે.  આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ તથા અંધજન મંડળ અમદાવાદના સહયોગથી આ ગરિમા નેપકીન બનાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યુ છે. જેનાથી મહિલાઓને રોજગારી મળે છે, સાથે જ સેનેટરી નેપકીન મળતા રહે છે.

2 / 5
આ અભિયાન દ્વારા ગામડાની મહિલાઓમાં સેનેટરી નેપકીન અંગેની ઘણી બધી જનજાગૃતિ નો વ્યાપ્ત થયો છે. જે મહિલાઓ પહેલા સેનેટરી પેડ વિશે ક્યારેય કોઈ જાતની વાત કરતા પણ દૂર ભાગતી હતી તેવી મહિલાઓ આ અભિયાન થકી સુધારો જોવા મળ્યો છે. તેમજ પોતે એમાંથી કમાણી કરીને પોતાના કુટુંબમાં આર્થિક મદદ કરીને સ્વર નિર્ભર પણ બની છે

3 / 5
ગરીમા સેનેટરી નેપકીન નામથી બજારમાં મૂકવામાં આવેલા પ્રોડક્ટ  છેલ્લા ચાર વર્ષ આશરે બે લાખ થી વધારે સેનેટરી નેપકીન બનાવવાનું કાર્ય પૂર્ણ કરેલ છે. બજારમાં ₹25 માં મળતા એક પેકેટમાં આશરે છ નંગ સેનેટરી નેપકીન હોય છે.

4 / 5
અહીં તૈયાર કરવાાં આવતા આ સેનેટરી નેપકીન ક્વોલિટીમાં સારા અને હાઈજેનિક હોય છે. સલામ છે આવી મહિલાઓને જે અવેરનેસની સાથે સાથે પોતાના પરિવારમાં આર્થિક મદદ પણ કરે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">