બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે પીએમ મોદીએ (PM Modi) રૂપિયા 600 કરોડના ખર્ચે નવનિર્મિત ડેરી સંકુલ અને બટાટા પ્રસંસ્કરણ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. આ નવું તૈયાર કરવા આવેલું ડેરી સંકુલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે, તેનાથી દૈનિક ધોરણે અંદાજે 30 લાખ લીટર દૂધનું પ્રસંસ્કરણ થઇ શકશે.
કોતરપુર વોટર પ્લાન્ટની વાત કરીએ તો તેની કુલ ક્ષમતા 850 એમએલડી ક્ષમતા છે. જેમાં 300 એમએલડીનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાના 300 એમએલડીના પ્લાન્ટનું લોકાર્પણ 26 માર્ચના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે કરવામાં આવશે.
રામોલ-હાથીજણ વોર્ડમાં ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત. ચંદન ટેનામેન્ટના કોમન પ્લોટમાં ગટરના પાણી ભરાયાં છે. જેથી પીવાના પાણીમાં પણ ગટરનું પાણી આવતા રોગચાળો ફાટી નીકળ્યો છે. ત્યારે સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે.
આ વર્ષે ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ સ્વરૂપે આયોજિત થશે. મેળામાં સાધુ સંતોના ઉતારા ધમધમવા લાગશે અને મુલાકાતીઓ માટે વિવિધ રાઈડ્સ અને સ્ટોલ પણ લગાવવામાં આવશે. મેળાના છેલ્લા દિવસે નીકળતી સાધુ-સંતોની રવાડીના દર્શન કરવા માટે પણ લોકોને મંજૂરી આપવામાં આવશે.