Solar Panels : ઘરમાં 3 KW સોલાર પેનલ લગાવવાથી કેટલી વસ્તુ ચાલશે ? જાણો આખું ગણિત
શું 3 kW સોલાર પેનલ તમારા ઘરમાં AC ચલાવવા પૂરતી છે? જાણો 1 ટન અને 1.5 ટન AC માટે વીજળીનો વપરાશ, સોલાર સિસ્ટમની ક્ષમતા અને સાચો વિકલ્પ.

વીજળી બિલની વધતી સમસ્યા અને વારંવાર વીજ પુરવઠામાં અવરોધને કારણે લોકો પોતાના ઘરોમાં સોલાર પેનલ લગાવવાનું પસંદ કરી રહ્યા છે. સોલાર પેનલ વીજળીનું બિલ ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ ઉકેલ પૂરું પાડવા માટે ઉત્તમ વિકલ્પ છે. પરંતુ શું 3 kW સોલાર પેનલથી તમારા ઘરમાં AC ચલાવી શકાય? ચાલો, તેનું સંપૂર્ણ ગણિત સમજીએ.

સોલાર પેનલ એ એવું ઉપકરણ છે જે સૂર્યપ્રકાશને વીજળીમાં રૂપાંતરિત કરે છે. તે સૂર્યની કિરણોને શોષી તેને ઉપયોગી વીજળીમાં બદલે છે. આ વીજળીથી પંખા, લાઇટ, ટીવી સહિત એર કંડિશનર જેવા ઉપકરણો ચલાવી શકાય છે. સોલાર પેનલ કોઈ ધુમાડો કે હાનિકારક ગેસ ઉત્પન્ન કરતી નથી, એટલે પર્યાવરણ માટે સંપૂર્ણપણે સલામત છે.

ભારતમાં સરેરાશ 5-6 કલાક સારો સૂર્યપ્રકાશ મળે છે. તેના આધારે, 3 kW સોલાર સિસ્ટમ દરરોજ આશરે 12 થી 15 યુનિટ વીજળી ઉત્પન્ન કરી શકે છે. આ વીજળીથી ઘરનાં અનેક ઉપકરણો સરળતાથી ચાલી શકે છે, પરંતુ ભારે લોડવાળા ઉપકરણો જેવી કે AC માટે થોડું વિશેષ ધ્યાન આપવું પડે છે.

સામાન્ય 1.5 ટન AC પ્રતિ કલાક લગભગ 1.5 થી 2 kW વીજળી વાપરે છે. જો તેને 8 કલાક સુધી ચલાવવામાં આવે, તો તે 12 થી 16 યુનિટ વીજળી વાપરે છે. જ્યારે 1 ટન AC પ્રતિ કલાક 1 થી 1.2 kW વીજળી વાપરે છે, એટલે 8 કલાકમાં આશરે 8 થી 10 યુનિટ વપરાશ થાય છે.

3 kW સોલાર સિસ્ટમ દ્વારા ઉત્પન્ન થતી વીજળી 1 ટન AC ચલાવવા માટે પૂરતી હોઈ શકે છે. પરંતુ 1.5 ટન AC ચલાવવા માટે થોડી મર્યાદા આવી શકે છે, ખાસ કરીને જો ઘરમાં અન્ય ઉપકરણો પણ ચાલુ હોય તો. આવી સ્થિતિમાં AC ચલાવવું મુશ્કેલ થઈ શકે છે. જો તમે 1.5 ટન AC ચલાવવા માંગો છો, તો બીજા ઉપકરણોનો વપરાશ ઓછો રાખવો પડશે અથવા 5 kW સોલાર સિસ્ટમ પસંદ કરવી પડશે.

3 kW સોલાર સિસ્ટમથી તમે સરળતાથી 8 કલાક માટે 1 ટન AC, 4-5 સીલિંગ ફેન (60 વોટ પ્રતિ ફેન, કુલ 240 વોટ), 4 ટ્યુબલાઇટ/બલ્બ (20 વોટ દરેક, કુલ 80 વોટ), રેફ્રિજરેટર (200 વોટ), ટીવી (100 વોટ), મોબાઇલ/લેપટોપ ચાર્જિંગ (80 વોટ) અને મર્યાદિત સમય માટે વોશિંગ મશીન (500 વોટ) ચલાવી શકો છો.
ગુજરાતના આ જિલ્લામાં બન્યું દેશનું પ્રથમ સ્માર્ટ બસ સ્ટેશન, Wi-Fi, સોલાર એનર્જી અને હાઈટેક ફીચર્સથી સજ્જ, જાણવા માટે અહીં ક્લિક કરો..
