AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હથિયાર બતાવીને પૂછ્યુ “શું તું શાહરૂખને ઓળખે છે?” યુદ્ધગ્રસ્ત સૂદાનમાં વિદ્રોહીઓએ એક ભારતીયનું કર્યુ અપહરણ – જુઓ Video

યુદ્ધગ્રસ્ત સુદાનથી ભયાવહ તસવીર સામે આવી છે. જ્યાં એક ભારતીય નાગરિકનું RSFના વિદ્રોહીઓઓએ અપહરણ કરી લીધુ છે. ઓડિશાનો વતની અપહ્યત શખ્સ એક કંપનીમાં નોકરી કરતો હતો. અપહરણ બાદ શેર કરાયેલા એક વીડિયોમાં તે RSFના વિદ્રોહીઓથી ઘેરાયેલો નજરે પડે છે. સૂદાનમાં વર્ષ 2023થી ગૃહયુદ્ધ શરૂ છે.

હથિયાર બતાવીને પૂછ્યુ શું તું શાહરૂખને ઓળખે છે? યુદ્ધગ્રસ્ત સૂદાનમાં વિદ્રોહીઓએ એક ભારતીયનું કર્યુ અપહરણ - જુઓ Video
| Updated on: Nov 03, 2025 | 8:52 PM
Share

દારફુર: સુદાનમાં રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) એ એક ભારતીય નાગરિકનું અપહરણ કર્યું છે. સુદાનની સેનાએ RSF ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. દેશમાં 2023 થી RSF અને સેના વચ્ચે લડાઈ ચાલી રહી છે. સુદાનની રાજધાની ખાર્તુમમાં આ સંઘર્ષની સૌથી વધુ ઘાતક અસરો જોવા મળે છે, જ્યાં 13 મિલિયનથી વધુ લોકો વિસ્થાપિત થયા છે અને લાખો લોકો મૃત્યુ પામ્યા છે.

વીડિયોમાં શું છે?

NDTVના અહેવાલ મુજબ, એક વીડિયોમાં ઓડિશાના જગતસિંહપુર જિલ્લાના આદર્શ બેહેરા નામના એક ભારતીય વ્યક્તિ બે RSF લડવૈયાઓ વચ્ચે બેઠો છે, જેમાંથી એક પૂછે છે, “શું તમે શાહરૂખ ખાનને જાણો છો?” તેની પાછળ ઉભેલા અન્ય એક સૈનિક તેને કેમેરા સામે “દગાલો ગુડ” કહેવા માટે કહે છે. “દગાલો” ભયાનક RSF નેતા મોહમ્મદ હમદાન દગાલો અથવા “હેમેતી” સાથે સંકળાયેલ છે.

બળવાખોરો બેહરાને ન્યાલા લઈ ગયા

NDTV એ સૂત્રોના હવાલાથી અહેવાલ આપ્યો છે કે 36 વર્ષીય બેહરાને ખાર્તુમથી લગભગ 1,000 કિલોમીટર દૂર અલ ફશીર શહેરમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યાંથી, તેમને દક્ષિણ પશ્ચિમ સુદાનમાં RSF ગઢ અને દક્ષિણ દારફુરની રાજધાની ન્યાલા લઈ જવામાં આવ્યા હશે. તે ખાર્તુમથી લગભગ 1,200 કિલોમીટર દૂર છે.

બેહરાના પરિવારે તેન સુદાનમાં હોવાની પુષ્ટિ કરી

NDTV એ ઓડિશામાં બેહરાના પરિવારનો સંપર્ક કર્યો, જેમા તેમણે જણાવ્યુ કે 36 વર્ષીય બેહર 2022 થી સુદાનમાં સોકરાતી પ્લાસ્ટિક ફેક્ટરી નામની કંપનીમાં કામ કરી રહ્યો હતો. બેહરાની પત્ની સુસ્મિતાએ NDTV ને જણાવ્યું કે આ દંપતી આઠ અને ત્રણ વર્ષના બે છોકરાઓના માતાપિતા છે.

બેહરાના પરિવારે ઓડિશા સરકાર સમક્ષ મદદની અપીલ કરી

બેહરાના પરિવારે NDTV સાથે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે હાથ જોડીને જમીન પર બેઠો છે અને કેમેરા સામે વિનંતી કરી રહ્યો છે કે, “હું અહીં અલ ફશીરમાં છું, જ્યાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. હું બે વર્ષથી ખૂબ જ મુશ્કેલીથી અહીં રહી રહ્યો છું. મારો પરિવાર અને બાળકો ખૂબ જ ચિંતિત છે. હું રાજ્ય (ઓડિશા) સરકારને મદદ માટે અપીલ કરું છું.”

SRK @60: દિલ્હીની ગલીઓથી કરોડો લોકોના દિલો પર રાજ કરનારા કિંગ ખાનની 60 વર્ષની અનોખી યાત્રા

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">