AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shah Rukh Khan: ડર નહીં, હું તો દહેશત છું…બાદશાહે ‘બર્થ ડે’ના દિવસે જ આખું બોલિવુડ ગજાવ્યું, તેની એક સરપ્રાઈઝથી તૂટશે અનેક રેકોર્ડ

બોલિવુડના કિંગ શાહરૂખ ખાન આજે તેમનો 60મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને આ ખાસ પ્રસંગે તેમણે તેમના ચાહકોને સરપ્રાઈઝ આપી છે.

Shah Rukh Khan: ડર નહીં, હું તો દહેશત છું…બાદશાહે 'બર્થ ડે'ના દિવસે જ આખું બોલિવુડ ગજાવ્યું, તેની એક સરપ્રાઈઝથી તૂટશે અનેક રેકોર્ડ
| Updated on: Nov 02, 2025 | 6:20 PM
Share

બોલિવુડના કિંગ શાહરૂખ ખાન આજે તેમનો 60મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને આ ખાસ પ્રસંગે તેમણે તેમની મોસ્ટ અવેટેડ એક્શન-થ્રિલર ફિલ્મ “કિંગ” ના ટાઇટલની શાનદાર જાહેરાત કરીને ફેન્સને સરપ્રાઈઝ આપ્યું છે. શાહરૂખ ખાનના જન્મદિવસ પર માર્ફ્લિક્સ પિક્ચર્સ અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ફિલ્મનું એક ટીઝર રિલીઝ કર્યું, જેમાં ટાઇટલની જાહેરાત કરવામાં આવી.

2 નવેમ્બર એટલે ‘SRK Day’

આ ફિલ્મનું ડાયરેક્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. દર વર્ષે 2 નવેમ્બરને વિશ્વભરમાં ‘SRK Day’ તરીકે ઉજવવામાં આવે છે અને આ વખતે તો “કિંગ” ના ધમાકેદાર ટીઝરથી ફેન્સમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

શાહરૂખ ખાનના દમદાર એક્શન લુકે બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ ફિલ્મ માર્ફ્લિક્સ પિક્ચર્સ અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ બંને દ્વારા સાથે મળીને બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મ વર્ષ 2026 માં રિલીઝ થશે અને શાહરૂખ ખાન નવા અવતારમાં જોવા મળશે.

‘પઠાણ’ પછી હવે ‘King’ નો વારો

‘પઠાણ’ બાદ સિદ્ધાર્થ આનંદે અને શાહરૂખ ખાને ‘કિંગ’ માટે ફરી એકવાર હાથ મિલાવ્યો છે. આ એક હાઇ-ઓક્ટેન એક્શન એન્ટરટેઈનર ફિલ્મ છે. આ ફિલ્મમાં સ્ટાઇલ, સ્વેગ અને ભરપૂર થ્રિલ જોવા મળશે. ‘King’ ને સિદ્ધાર્થ આનંદની અત્યાર સુધીની સૌથી ‘મોટી’ ફિલ્મ માનવામાં આવી રહી છે. આ વખતે તેણે પોતાની સિગ્નેચર એક્શન સ્ટાઇલને નવા લેવલે લઈ જવાનો પ્રયાસ કર્યો છે.

View this post on Instagram

A post shared by Shah Rukh Khan (@iamsrk)

અલીબાગમાં 60મો જન્મદિવસ ઉજવવા માટે SRK તૈયાર

ટીઝરમાં ફેન્સે એક ઇન્ટરેસ્ટિંગ ઇસ્ટર એગ પણ જોયું. આમાં શાહરૂખ ખાન ‘કિંગ ઓફ હાર્ટ્સ’ કાર્ડનો હથિયાર તરીકે ઉપયોગ કરતો જોવા મળે છે. શાહરૂખનો સિલ્વર હેર લુક, કાનના એક્સેસરીઝ અને કિલર સ્ટાઇલથી ફેન્સ તેના પર ફિદા થયા છે. શાહરૂખ ખાન આજે અલીબાગમાં તેમના પરિવાર અને નજીકના મિત્રો સાથે 60મો જન્મદિવસ ઉજવવા માટે તૈયાર છે.

આ પણ વાંચો: Shahrukh Khan Car Collection: મોંઘી મોંઘી ગાડીઓના શોખીન છે ‘કિંગખાન’, જાણો કઈ છે સૌથી મોંઘી કાર?

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">