પતિ બાદશાહ તો પત્ની છે ક્વિન, નેટવર્થ મામલે પતિને ટકકર આપે છે પત્ની, આવો છે પરિવાર
જો શાહરૂખ ખાન બી-ટાઉનનો બાદશાહ છે તો ગૌરી ઇન્ટિરિયર ડિઝાઇનિંગના ક્ષેત્રમાં ક્વિન છે. 3 બાળકોની માતા ગૌરી ખાનના પરિવારમાં કોણ કોણ છે ચાલો વિસ્તારથી જાણીએ

ગૌરી ખાનનો જન્મદિવસ 8 ઓક્ટોબર 1970ના રોજ છે. તે એક ભારતીય ફિલ્મ નિર્માતા અને ઇન્ટિરિયર ડિઝાઇનર છે, જેમણે બોલિવુડ અને ડિઝાઇનિંગ ઉદ્યોગમાં પોતાની ઓળખ બનાવી છે.

ગૌરી છિબ્બરનો જન્મ દિલ્હીમાં પંજાબી હિન્દુ પરિવાર સવિતા અને કર્નલ રમેશ ચંદ્ર છિબ્બરને ત્યાં થયો હતો, જેઓ હોશિયારપુરના રહેવાસી છે. તેમનો ઉછેર દિલ્હીના પંચશીલ પાર્કમાં થયો હતો.

ગૌરી ખાનના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

ગૌરી ખાને લોરેટો કોન્વેન્ટ સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું, નવી દિલ્હીની મોર્ડન સ્કૂલ વસંત વિહારમાંથી હાઇસ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે અને લેડી શ્રી રામ કોલેજમાંથી ઇતિહાસમાં બી.એ. (ઓનર્સ) ની ડિગ્રી મેળવી છે.

ગૌરી ખાને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીમાંથી ફેશન ડિઝાઇનમાં 6 મહિનાનો અભ્યાસક્રમ પણ પૂર્ણ કર્યો હતો.ગૌરી બી-ટાઉનની સૌથી સ્ટાઇલિશ સ્ટાર પત્ની છે. ગૌરીએ બિઝનેસ જગતમાં પણ ઘણું નામ કમાવ્યું છે.

ગૌરી બોલીવુડમાં પોતાની સફળ કારકિર્દીની શરૂઆત કરતા પહેલા 1984માં દિલ્હીમાં શાહરૂખ ખાનને પહેલી વાર મળી હતી. આ દંપતીએ 25 ઓક્ટોબર 1991ના રોજ હિન્દુ લગ્નવિધિથી લગ્ન કર્યા હતા.

ગૌરી ખાનને ત્રણ બાળકો છે, આર્યન ખાનનો જન્મ 12 નવેમ્બર 1997, સુહાના ખાનનો જન્મ 23 મે 2000 અને અબરામ ખાનનો જન્મ 2013માં થયો હતો. અબરામનો જન્મ સરોગેટ માતા દ્વારા થયો હતો.તેમના બાળકો બંને ધર્મોનું પાલન કરે છે.

ગૌરીએ 2002માં તેના પતિ શાહરૂખ ખાન સાથે મળીને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટની સ્થાપના કરી. આ ઉપરાંત, તેમણે ઇન્ટિરિયર ડિઝાઇનિંગના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને ઘણી ફેમસ હસ્તીઓ માટે કામ કર્યું છે.

જો આપણે ગૌરી ખાનની મિલકતની વાત કરીએ તો અંદાજે 1600 કરોડની માલિક છે.

શાહરુખ ખાનની પત્ની નેટવર્થની બાબતમાં બોલિવૂડના બાદશાહને ટકકર આપે છે.

ગૌરી ખાન પ્રોડ્યુસર બન્યા બાદ ઈન્ટીરિયર ડિઝાઈનર બની હતી. જેની શરુઆત તેમણે પોતાના ઘર મન્નતથી કરી હતી. શાહરુખાને વર્ષ 2001માં પોતાની મહેનતથી આ ઘર ખરીદ્યું હતુ.

2014માં ગૌરી ખાને મુંબઈના વર્લીમાં ધ ડિઝાઇન સેલ નામનો પોતાનો પહેલો કોન્સેપ્ટ સ્ટોર શરૂ કર્યો. ત્રણ વર્ષ પછી, ગૌરીએ ડિઝાઇન સ્ટુડિયો 'ગૌરી ખાન ડિઝાઇન્સ' શરૂ કર્યો.

ગૌરી ખાને અત્યાર સુધીમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સના ઘર ડિઝાઇન કર્યા છે. આ લિસ્ટમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીનું ઘર એન્ટિલિયા, કરણ જોહરનો બંગલો, આલિયા ભટ્ટની વેનિટી વાન અને સિદ્ધાર્થ મલ્હોત્રાનું ઘર સામેલ છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
