SRK @60: દિલ્હીની ગલીઓથી કરોડો લોકોના દિલો પર રાજ કરનારા કિંગ ખાનની 60 વર્ષની અનોખી યાત્રા
જ્યારે ઘડિયાળમાં મધરાતે 12 વાગે છે ત્યારે મુંબઈના દરિયા કિનારે પવન મંદ મંદ વહી રહ્યો હોય છે અને મન્નતની બહાર હજારો ચહેરાઓ એક જ નામ બોલતા હોય છે... શાહરૂખ.... શાહરૂખ.... આ અવાજ એ માત્ર એક સ્ટાર માટે નથી.. આ પ્રેમની અભિવ્યક્તિ એ વ્યક્તિ માટે છે જે આજે કરોડો લોકોના દિલો પર રાજ કરે છે. 2 નવેમ્બર, 2025 એ માત્ર SRKનો જન્મદિવસ નથી, એ દિવસ છે બોલિવૂડના બાદશાહના 60મા વર્ષમાં પ્રવેશનો. એક એવો માણસ જે ઉંમર વધે તેમ વધુ યુવાન થતો જાય છે. એક એવો એક્ટર જેણે સપના જોયા અને સંઘર્ષને સફળતાના શિખર સુધી પહોંચાડ્યો. એક એવો માણસ જેના માટે દુનિયા કહે છે SRK is ageing in reverse!

બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાન 2 નવેમ્બર 1960એ તેમનો 60મો બર્થડે ઉજવી રહ્યા છે. ટીવી સિરીયલ થી એક્ટિંગની દુનિયામાં પગ રાખનાર SRK આજે બોલિવુડના કિંગ છે અને કિંગખાન થી પણ જાણીતા છે. આવો જાણીએ તેના સાડા ત્રણ દશકની જર્ની વિશે. જેમા તેમણે અનેક સુપરહિટથી લઈને ફ્લોપ અને બ્લોકબસ્ટર ફિલ્મો આપી. જ્યારે પણ બોલિવૂડનુ નામ લેવામાં આવે છે, તો સૌથી પહેલુ જેનુ નામ ક્લિક થાય એ છે કિંગ ખાન.. શાહરૂખ ખાન યાદ.. આજે, 2 નવેમ્બર, 2025 એ શાહરૂખ જ્યારે તેના 60માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે તો તેની ફિટનેસ જોઈને કોઈ માની શક્તુ નથી કે આ માણસ 60નો થઈ ગયો. દિગ્ગજ કોંગ્રેસ નેતા અને કેરલથી સાંસદ શશી થરૂરે પણ તેના આગવા અંદાજમાં શાહરૂખ ખાનને બર્થ ડે વિશ કરતા એવુ જ કહ્યુ કે અમે કેવી રીતે માનીએ કે...
