Shefali Jariwala Death : બ્લેક મેજિકના કારણે થયું શેફાલી જરીવાલાનું નિધન, પતિએ કર્યો ચોંકાવનારો ખુલાસો
Shefali Jariwala Death Reason : બોલિવુડ અભિનેત્રી અને મોડલ શેફાલી જરીવાલા હવે આપણી વચ્ચે નથી. ગત્ત વર્ષે 27 જુનના રોજ તેનું નિધન થયું છે. માત્ર 42 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે. હાલમાં શેફાલીના પતિ પરાગ ત્યાગીએ તેના મૃત્યુ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

Parag Tyagi on Shefali Jariwala Death : અભિનેત્રી શેફાલી જરીવાલાનું 27 જૂન 2025ના રોજ કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું છે. તેમના પતિ, પરાગ ત્યાગી, હજુ સુધી તેમના મૃત્યુના આઘાતમાંથી બહાર આવ્યા નથી. પરાગ વારંવાર તેમના સોશિયલ મીડિયા પર શેફાલીની યાદો શેર કરે છે. વધુમાં, પરાગ ત્યાગીએ તેમની યાદમાં એક યુટ્યુબ ચેનલ અને પોડકાસ્ટ શરૂ કર્યો છે. પરાગ ત્યાગી હજુ પણ શેફાલીના નિધનથી દુખી છે, અને તાજેતરમાં, તેમણે તેમની પત્નીના મૃત્યુ વિશે એક ચોંકાવનારો દાવો કર્યો છે.
શેફાલી જરીવાલાના મૃત્યું બાદ પરાગ ત્યાગીએ પોતાની લાઈફને તેની યાદોમાં સમર્પિત કરી છે. આ વચ્ચે તેમણે શેફાલીના મૃત્યુને લઈ એક ચોંકાવનારો ખુલાસો પણ કર્યો છે. પરાગ ત્યાગીએ કહ્યું કે, શેફાલી જરીવાલાનું મૃત્યુ બ્લેક મેજિક દ્વારા થયું છે.
View this post on Instagram
પરાગ ત્યાગીએ ચોંકાવનારો ખુલાસો કર્યો
હાલમાં અભિનેતા પરાગ ત્યાગીએ પારસ છાબડાની સાથે એક પોડકાસ્ટમાં ખુલાસો કર્યો હતો. કે, શેફાલી જરીવાલા પર બ્લેક મેજિક કરવામાં આવ્યું હતુ. પોડકાસ્ટ દરમિયાન પરાગ ત્યાગીએ કહ્યું કે, કેટલાક લોકો આ વસ્તુઓ વિશે માનતા નથી પરંતુ હું ખુબ માનું છું. જ્યાં ભગવાન છે ત્યાં શૈતાન પણ છે. લોકો પોતાના દુખથી દુખી નથી પરંતુ બીજાના સુખથી દુખી છે. મને લાગતું નથી પરંતુ મને વિશ્વાસ છે કે, આ કામ કોણે કર્યું છે. હું આ વિશે બોલી શકતો નથી. પરંતુ કોઈએ તો આ કામ કર્યું છે.
“બે વાર લાગ્યું”
પરાગ ત્યાગીએ આગળ કહ્યું મને લાગે છે કે, કાંઈ તો ગડબડ છે. એક વખત નહી પરંતુ મને વારંવાર આવું થયું છે. શેફાલી જરીવાલા પર બીજી વખત બ્લેક મેજિક થયું છે. શેફાલી જરીવાલાનું ગુજરાતી સાથે ખાસ કનેક્શન હતુ · શેફાલી જરીવાલાનો જન્મ 15 ડિસેમ્બર 1982ના રોજ અમદાવાદમાં થયો હતો. શેફાલીના પિતાનું નામ સતીશ જરીવાલા અને માતાનું નામ સુનિતા જરીવાલા છે.આ અભિનેત્રીનું માત્ર 42 વર્ષની ઉંમરે અવસાન થયું હતુ.
