સિંપલ લાઈફ જીવે છે કરોડોની માલકિન જસ્સી, પતિ છે ફિલ્મ નિર્માતા, જુઓ પરિવારમાં કોણ કોણ છે
મોના સિંહને કોણ નથી ઓળખતું? મોનાએ પોતાની કારકિર્દી ટેલિવિઝનથી શરૂ કરી હોવા છતાં, હવે બધા તેને મોટા પડદા પર જુએ છે. તો આજે આપણે મોના સિંહના પરિવાર વિશે વાત કરીશું.

મોના સિંહનો જન્મ 8 ઓક્ટોબર 1981ના રોજ ચંદીગઢમાં એક શીખ પરિવારમાં થયો હતો. તો આજે આપણે મોના સિંહના પરિવાર અને તેની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

મોના સિંહ એક અભિનેત્રી છે જે હિન્દી ફિલ્મો અને વેબસિરીઝમાં કામ કરે છે. મોના સિંહને સોપ ઓપેરા જસ્સી જૈસી કોઈ નહીં 2003–2006 થી ખુબ જ ફેમસ થઈ હતી. મોના સિંહને બે ITA એવોર્ડ અને એક ફિલ્મફેર OTT એવોર્ડ મળ્યો છે.

આવો છે મોના સિંહનો પરિવાર જુઓ ફોટો

અભિનેત્રી રિયાલિટી શો ઝલક દિખલા જા ની પ્રથમ સીઝનમાં ભાગ લીધો હતો અને ક્યા હુઆ તેરા વાદામાં મોના ચોપરા, પ્યાર કો હો જાને દોમાં પ્રીત સિંહ અને કવચ... કાલી શક્તિયોં સેમાં પરિધિ બુંદેલાની ભૂમિકા ભજવવા માટે જાણીતા છે.

તેમણે રાજકુમાર હિરાનીની કોમેડી-ડ્રામા 3 ઇડિયટ્સ (2009) માં સહાયક ભૂમિકા સાથે ફિલ્મમાં પ્રવેશ કર્યો, જે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોમાંની એક છે.

આ ઉપરાંત તેમણે '3 ઈડિયટ્સ' અને 'લાલ સિંહ ચઢ્ઢા' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મોના સિંહ રિયાલિટી શો, ટીવી સિરીયલ, બોલિવુડ ફિલ્મમાં કામ કરી ચૂકી છે.

મોના સિંહે "કહેને કો હમસફર હૈં" (2018) સાથે વેબમાં એન્ટ્રી કરી હતી અને "યે મેરી ફેમિલી" (2018) અને "મેડ ઇન હેવન" (2023) માટે ખુબ પ્રશંસા થઈ હતી. ત્યારબાદ તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે ફિલ્મફેર OTT એવોર્ડ મળ્યો હતો.

3 ઈડિયટ્સથી લઈને 'બેડ્સ ઓફ બોલિવૂડ' સુધીની ઘણી ફિલ્મો અને વેબ સિરીઝમાં પોતાની પ્રતિભા બતાવનાર અભિનેત્રી મોના સિંહ આજે પણ 'જસ્સી'ના નામથી ઓળખાય છે.

મોના સિંહે પોતે ખુલાસો કર્યો હતો કે જ્યારે "જસ્સી જૈસી કોઈ નહીં" સિરીયલનું શૂટિંગ શરૂ થયું, ત્યારે નિર્માતાઓએ તેની સાચી ઓળખ ગુપ્ત રાખવાનો નિર્ણય લીધો. કરાર એટલો કડક હતો કે મોનાને તે રિયલ લાઈફમાં કેવી દેખાતી હતી અથવા તેનું સાચું નામ શું હતું તે જાહેર કરવાની પણ મંજૂરી નહોતી.

શોમાં મોના સિંહના સહ-કલાકારોને પણ ખ્યાલ નહોતો કે જસ્સી (જસમીત વાલિયા) ના મેકઅપ વિના તે કેવી દેખાય છે. આ સોની ટીવીની માર્કેટિંગ વ્યૂહરચના હતી જેણે શોના ટીઆરપીને આસમાને પહોંચાડવામાં મદદ કરી હતી.

મોના સિંહે ફિલ્મ નિર્માતા શ્યામ રાજગોપાલન સાથે લગ્ન કર્યા છે. લગ્ન પહેલા બંન્ને 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કરી હતી.તમને જણાવી દઈએ કે મોના અને શ્યામ એક નજીકના મિત્રની જન્મદિવસની પાર્ટીમાં મળ્યા હતા.

મોનાના લગ્ન ખાનગી રાખવામાં આવ્યા હતા, જેમાં ફક્ત પરિવાર અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. આ મોના સિંહના પતિ શ્યામ રાજગોપાલનના બીજા લગ્ન છે. શ્યામને તેના પહેલા લગ્નથી 10 વર્ષની પુત્રી છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
