The 50 : નવો રિયાલિટી શો ‘ધ 50’ બિગ બોસને પણ આપશે ટકકર, સ્પર્ધકોના નામ જાહેર થયા
1 ફેબ્રુઆરી 2026થી કલર્સ ટીવી અને જિયો હોટસ્ટાર પર શરુ થવા જઈ રહેલો નવો રિયાલિટી શો ધ 50 ચાહકોને એક અલગ જ દુનિયામાં લઈ જશે. આ રિયાલિટી શોને લઈ ચાહકોમાં પણ ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રિયાલિટી શોના ચાહકો માટે એક ગુડ ન્યુઝ સામે આવ્યા છે.ભારતીય ટેલિવિઝન પર એક મોટો રિયાલિટી શો ધ 50 શરુ થવા જઈ રહ્યો છે. આ રિયાલિટી શો બિગ બોસને પણ ટકકર આપે એવો છે. ધ 50માં અનેક સ્ટાર સહિત બિગ બોસના કેટલાક સ્પર્ધકો પણ જોવા મળી શકે છે. 1 ફેબ્રુઆરીથી જિયો હોટસ્ટાર અને કલર્સ પર શરુ થવા જઈ રહેલો આ અનોખો શો હાલમાં સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. ફ્રેન્ચ ફ્રેન્ચાઈઝી લેસ સિકાંતેથી પ્રેરિત આ શોમાં 50 સ્પર્ધકો જોવા મળશે. આ મહેલમાં સ્ટ્રેટજી, ડ્રામા સહિત પોલિટિક્સનો તડકો પણ જોવા મળશે.
શોનું સેટઅપ મુંબઈના એક આલીશાન લોકેશન પર હશે. આ શોને ફરાહ ખાન હોસ્ટ કરશે. આ શો તમે 1 ફેબ્રુઆરી 2026થી જિયો હોટસ્ટાર પર તેમજ કલર્સ ટીવી પર જોઈ શકો છો. શો શરુ થતાં પહેલા અનેક સ્ટારના નામ સામે આવી ચૂક્યા છે. જેઓ આ શોનો ભાગ બનશે.
50 જાણીતી સેલિબ્રિટી જોવા મળશે
ચાહકો એ જોવા માટે ઉત્સાહિત છે કે કયું અલાયન્સ બનશે અને કોણ તેમની વિરુદ્ધ જશે. દિગ્વિજય, લક્ષ્ય અને અર્ચિતની એન્ટ્રીએ હાઇપમાં વધારો કર્યો છે.હવે ચાહકો માત્ર 1 ફેબ્રુઆરીની જ રાહ જોઈ રહ્યા છે.હાલમાં ટીવી પર રિયાલિટી શો ધ 50નો શાનદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફરાહ ખાનનો આગામી રિયાલિટી શો, ધ 50, કલર્સ પર પ્રસારિત થવાનો છે. આ શોમાં 50 જાણીતા ટેલિવિઝન હસ્તીઓ ભાગ લેશે.
View this post on Instagram
પ્રોમોમાં મહેલની શાનદાર ઝલક દેખાડવામાં આવી છે. જેમાં 50 સેલિબ્રિટી સાથે રહેશે. શાનદાર બેડરુમ અને સિટિંગ એરિયાની સાથે, મહેલમાં 2 અખાડા હશે. જેમાં ટાસ્ક કરાવવામાં આવશે. જે સ્પર્ધકની કિસ્મતનો નિર્ણય લેશે.
સ્ટાર કાસ્ટ લાઇનઅપ
ક્રિષ્ના શ્રોફ, નિક્કી તંબોલી, અરબાઝ પટેલ, નેહલ ચુડાસમા, ચાહત પાંડે, ઉર્વશી ધોળકિયા, દિવ્યા અગ્રવાલ, શિવ ઠાકરે, રિદ્ધિ ડોગરા અને પ્રિન્સ નરુલા પહેલેથી જ કન્ફર્મ છે. ઘણા બિગ બોસ ફેમ ચહેરાઓ પણ જોવા મળી શકે છે.
