કપિલ શર્માની ગ્લેમરસ કો-સ્ટાર પારુલ ગુલાટી, જાણો તેની અભિનયથી 50 કરોડના બિઝનેસ સુધીની સફર
અભિનેત્રી પારુલ ગુલાટીએ 'નિશ હેર' બ્રાન્ડ સ્થાપીને ₹50 કરોડનું સામ્રાજ્ય રચ્યું છે. કપિલ શર્માની ફિલ્મથી જાણીતા બનેલા પારુલે માત્ર ₹30,000 થી શરૂઆત કરીને પ્રીમિયમ હેર એક્સટેન્શન્સના બજારમાં ક્રાંતિ લાવી.

બોલિવૂડમાં અનેક કલાકારો અભિનયની બહાર પણ પોતાના સપના પૂરાં કરવા પ્રયત્ન કરે છે. એવી જ એક સફળ યાત્રા છે પારુલ ગુલાટીની, જેમણે કપિલ શર્માની ફિલ્મ કિસ કિસકો પ્યાર કરું 2 માં અભિનય કર્યો હતો અને સાથે સાથે પોતાનું એક અનોખું બિઝનેસ સામ્રાજ્ય ઉભું કર્યું. આજે તેમનો વ્યવસાય ₹50 કરોડની મૂલ્યે પહોંચ્યો છે.

પારુલે 2009માં ટીવી શો યે પ્યાર ના હોગા કામથી અભિનય જગતમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ તેમણે અનેક મોટા-નાના પ્રોજેક્ટ્સમાં અભિનય કર્યો, પરંતુ તેમનું મન માત્ર કેમેરા સુધી મર્યાદિત નહોતું. તેમને શરૂઆતથી જ પોતાનો બિઝનેસ શરૂ કરવાનો પ્રબળ ઈરાદો હતો. ભારતમાં પ્રીમિયમ હેર એક્સટેન્શન અને હેર પ્રોડક્ટ્સની ઓચિંતી માંગને ઓળખીને તેમણે એક નવી, વિશ્વસનીય બ્રાન્ડ બનાવવા વિચાર્યું.

2017માં પારુલે પોતાના વ્યક્તિગત ₹30,000ના રોકાણ સાથે ‘નિશ હેર’ બ્રાન્ડ લોન્ચ કરી. થોડા જ સમયમાં બ્રાન્ડ ગ્રાહકો માટે એક સંપૂર્ણ પ્લેટફોર્મ બની ગઈ, જેમાં પ્રીમિયમ હેર એક્સટેન્શન, વિગ્સ, ટોપર્સ અને હેર ટૂલ્સ જેવી વિશાળ શ્રેણી ઉપલબ્ધ થઈ. ભારતીય બજારમાં ગુણવત્તાવાળા અને કસ્ટમાઇઝ્ડ ઉત્પાદનોની અછત વચ્ચે પારુલે વિશ્વસનીયતા અને ગુણવત્તા સાથે ખાસ સ્થાન બનાવ્યું.

2023માં પારુલ શાર્ક ટેન્ક ઇન્ડિયા સીઝન 2ના ફિનાલેમાં જોવા મળી. તેમણે આત્મવિશ્વાસપૂર્વક પોતાની કંપનીના ભાવિ વેચાણ અને દ્રષ્ટિ રજૂ કરી. આ તેમની દૃઢતા જોઈને શાર્ક અમિત જૈને તેમને ₹1 કરોડ માટે 2% ઇક્વિટીની ઓફર આપી. આ રોકાણથી નિશ હેરને વધુ મજબૂતી મળી અને કંપનીનું મૂલ્યાંકન ઝડપથી વધતું ગયું.

પારુલએ એક પોડકાસ્ટમાં જણાવ્યું કે ‘નિશ હેર’નો વિચાર તેમને કીપિંગ અપ વિથ ધ કાર્દાશિયન્સ શો જોતી વખતે આવ્યો. ક્લો કાર્દાશિયનને હેર એક્સટેન્શન વિશે વાત કરતા જોઈને તેમને સમજાયું કે ભારતમાં આ ક્ષેત્રમાં વિશાળ સંભાવનાઓ છે, અને એ જ ક્ષણે તેમણે નક્કી કર્યું કે તેમનો પહેલો બિઝનેસ આ જ ક્ષેત્રમાં હશે.

આજે પારુલ માત્ર કરોડોની કંપની સંચાલિત કર્યા થી સંતુષ્ટ નથી. તાજેતરના ઇન્ટરવ્યૂમાં તેમણે ખુલ્લેઆમ જણાવ્યું કે તેમનું અંતિમ લક્ષ્ય અબજોપતિ બનવાનું છે. તેમની માન્યતા છે કે મહેનત, દ્રષ્ટિ અને સતત પ્રગતિ સાથે કોઈપણ લક્ષ્ય અપ્રાપ્ત્ય નથી રહેતું.
કપિલ શર્માની ઓન-સ્ક્રીન વાઇફ ધોળા દિવસે ફફડી ગઈ, કહ્યું ‘એક વ્યક્તિએ કાર રોકી અને તેની સાથે….’
