AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સૂર્યકુમાર યાદવ પર આરોપ લગાવવુ મોડેલને મોંઘુ પડ્યું ,ખુશી મુખર્જી પર ₹100 કરોડનો માનહાનિનો કેસ નોંધાયો

ભારતીય ટીમના ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર વર્ષ 2025ના અંતમાં વિવાદોમાં રહેનારી મોડલ ખુશી મુખર્જીએ મોટા આરોપ લગાવ્યા હતા. તેમનું કહેવું હતુ કે, સ્ટાર ભારતીય ખેલાડી પહેલા તેને મેસેજ કરતો હતો. હવે મોડલ માનહાનિના કેસમાં ફસાય છે.

Breaking News : સૂર્યકુમાર યાદવ પર આરોપ લગાવવુ મોડેલને મોંઘુ પડ્યું ,ખુશી મુખર્જી પર ₹100 કરોડનો માનહાનિનો કેસ નોંધાયો
| Updated on: Jan 14, 2026 | 11:04 AM
Share

ટીમ ઈન્ડિયાના ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ થોડા સમય પહેલા મોડલ ખુશી મુખર્જીએ લગાવેલા આરોપથી ચર્ચામાં હતો. અભિનેત્રીએ કહ્યું કે, ક્રિકેટર તેને મેસેજ કરતો હતો.ભારતીય ટીમના કેપ્ટન પર મુખર્જીના આરોપો હવે તેમને મોંઘા પડ્યા છે. તેમની સામે 100 કરોડનો માનહાનિનો દાવો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે સૂર્યકુમાર યાદવે કોઈ જવાબ આપ્યો ન હતો પરંતુ હવે મોડલ મુશ્કેલીમાં મુકાય છે. તેના પર ક્રિકેટરના ચાહકે 100 કરોડનો માનહાનિનો કેસ નોંધાયો છે.

ખુશી મુખર્જી વિરુદ્ધ નોંધાયો માનહાનિનો કેસ

સૂર્યકુમાર યાદવ ભલે ખુશી મુખર્જીના આરોપ પર કોઈ જવાબ આપ્યો નથી પરંતુ તેના ચાહકોએ આના પર મોટું એક્શન લીધું છે. ખુશી વિરુદ્ધ ઉત્તરપ્રદેશના ગાઝીપુરમાં રહેનાર ફેઝાન અંસારીએ રિપોર્ટ મુજબ 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે.અંસારીનું માનવું છે કે,ખુશીનું નિવેદન ખોટું અને સૂર્યકુમાર યાદવની છબીને નુકસાન પહોંચાડનારુ છે. રિપોર્ટ મુજબ ખુશી હવે આ મામલે માફી માંગી પૂર્ણ કરવા માંગે છે. પોતાના નિવેદન પછી ખુશીએ સ્પષ્ટતા કરી હતી. પરંતુ ફેઝાન આનાથી ખુશ નથી. પોતાની ફરિયાદમાં તેમણે ગાઝીપુરના એસપી ડો. ઈરાઝ રાજાને આ મોડલની ધરપકડ કરવાની માંગ કરી છે.

ટી20 વર્લ્ડકપ 2026ની તૈયારી કરી રહ્યો છે સૂર્યકુમાર યાદવ

ટીમ ઈન્ડિયાના ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ હાલમાં આઈસીસી ઈવેન્ટની તૈયારી કરી રહ્યો છે. હાલમાં સૂર્યકુમાર શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો નથી. જેના કારણે તેના સ્થાનને લઈ ચાહકો મોટા સવાલો કરી રહ્યા છે. સૂર્યકુમાર યાદવ પોતાના ફોર્મને લઈ ચિંતત છે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 21 જાન્યુઆરીથી શરુ થઈ રહેલી 5 મેચની ટી20 સીરિઝમાં સૂર્યકુમાર યાદવ મોટો સ્કોર બનાવી પોતાના ફોર્મમાં વાપસી કરવા માંગશે.

કોણ છે ખુશી મુખર્જી?

સાઉથ ઈન્ડિયન ફિલ્મોની સાથે રિયાલિટી શો અને બોલ્ડ વેબ સીરિઝમાં કામ કરનારી ખુશી મુખર્જી માટે વિવાદ કોઈ મોટું કે ચોંકાવનારું નામ નથી. 24 નવેમ્બર 1996ના રોજ કોલકાતામાં જન્મેલી ખુશીએ 2013માં તમિલ ફિલ્મ અંજલ થુરાઈથી પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ તે ફિલ્મો જેમ કે, ડોંગા પ્રેમા અને હાર્ટ અટેકની સાથે હિન્દી ફિલ્મ શ્રૃંગારમાં પણ જોવા મળી હતી.પરંતુ તેને સૌથી મોટો બ્રેક ઈન્ડિયન ટેલિવિઝન અને રિયાલિટી શોથી મળ્યો છે.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો

Follow Us
અમદાવાદના ઠક્કરબાપાનગરના અલગ-અલગ સોસાયટીના લોકોએ એક સાથે કર્યું મતદાન
અમદાવાદના ઠક્કરબાપાનગરના અલગ-અલગ સોસાયટીના લોકોએ એક સાથે કર્યું મતદાન
જામનગરમાં રિવાબાએ વોર્ડનંબર-5માં મતદાન કર્યું
જામનગરમાં રિવાબાએ વોર્ડનંબર-5માં મતદાન કર્યું
ભાવનગરના મહુવામાં 3200 મતદારોએ મતદાનનો કર્યો બહિષ્કાર, જુઓ-Video
ભાવનગરના મહુવામાં 3200 મતદારોએ મતદાનનો કર્યો બહિષ્કાર, જુઓ-Video
Breaking News : કોંગ્રેસ ઉમેદવારનું બટન ન દબાતું હોવાના આરોપ
Breaking News : કોંગ્રેસ ઉમેદવારનું બટન ન દબાતું હોવાના આરોપ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યુ મતદાન, જુઓ-Video
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યુ મતદાન, જુઓ-Video
Breaking News : રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર સહિત 10 લોકોની અટકાયત
Breaking News : રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર સહિત 10 લોકોની અટકાયત
CM ભૂપેન્દ્ર પટેલે કર્યું મતદાન, લોકોને મતદાન કરવા કરી અપીલ, જુઓ-Video
CM ભૂપેન્દ્ર પટેલે કર્યું મતદાન, લોકોને મતદાન કરવા કરી અપીલ, જુઓ-Video
સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે પરિવાર સાથે કર્યુ મતદાન-Video
સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે પરિવાર સાથે કર્યુ મતદાન-Video
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરીવાર સાથે કર્યું મતદાન
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરીવાર સાથે કર્યું મતદાન
Breaking News : રાજવી પરિવારે મતદાન કર્યું
Breaking News : રાજવી પરિવારે મતદાન કર્યું
g clip-path="url(#clip0_868_265)">