Breaking News : ફેમસ સિંગર અને અભિનેતા પ્રશાંત તમાંગનું 43 વર્ષની વયે નિધન
મનોરંજન અને સંગીત ઈન્ડસ્ટ્રીમાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. ઈન્ડિયન આઈડલ સીઝન 3 ના વિજેતા અને ફેમસ સિંગર અભિનેતા પ્રશાંત તમાંગનું 43 વર્ષની ઉંમરે નિધન થયું છે.

Prashant Tamang Death : મનોરંજન ઈન્ડસ્ટ્રીમાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. ઈન્ડિયન આઈડલ સીઝન 3ના વિજેતા ફેમસ સિંગર અને અભિનેતા પ્રશાંત તમાંગનું નિધન થયું છે. પ્રશાંત તમાંગે વર્ષ 2007માં પોતાના અવાજથી લાખો ચાહકોના દિલ જીત્યા હતા. તેમણે ખુબ લાંબા સમયસુધી મ્યુઝિક અને એક્ટિંગ બંન્નેમાં પોતાની ઓળખ બનાવી હતી. પરંતુ અચાનક 11 જાન્યુઆરીના રોજ તેમણે દુનિયાને અલવિદા કહ્યું છે. જેનાથી ચાહકો આધાતમાં છે.પ્રશાંતે સલમાન ખાનની આગામી ફિલ્મ, બેટલ ઓફ ગલવાનમાં પણ અભિનય કર્યો હતો. ફિલ્મમાં તેની ભૂમિકા મહત્વપૂર્ણ છે.
પોતાની મહેનત, અવાજથી ઓળખ બનાવી
11 જાન્યુઆરી 2026ની સવારે પ્રશાંત તમાંગનેહૃદયરોગનો હુમલો આવ્યો અને તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો હતો. તેમના અચાનક અવસાનના સમાચારથી સંગીત અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગયો હતો. ઈન્ડ્રસ્ટ્રીના કેટલાક સ્ટારે સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રશાંત તામંગ એવા કલાકારોમાંનો એક હતો જેમણે પોતાની મહેનત, અવાજથી સંગીત પ્રેમીઓના હૃદયમાં એક ખાસ સ્થાન બનાવ્યું હતુ.
ઇન્ડિયન આઇડલ સીઝન 3નો જીત્યો હતો ખિતાબ
પ્રશાંત તમાંગનો જન્મ 4 જાન્યુઆરી 1983ના રોજ દાર્જલિંગમાં થયો હતો. તે એક નેપાળી ભારતીય પરિવારમાંથી આવતો હતો. તેમણે મ્યુઝિકની દુનિયામાં શરુઆત ઈન્ડિયન આઈડલની સીઝન 3માં જીત સાે કરી હતી. તેમણે ગાયેલા ગીતો ચાહકોને ખુબ પસંદ આવ્યા હતા. પહેલા પ્રશાંત તમાંગ કોલકાત્તામાં પોલીસ કોન્સટેબલ તરીકે કામ કરતો હતો. આ દરમિયાન પોલિસ ઓર્કેસ્ટ્રામાં ગીત ગાતો હતો.
ફિલ્મો-વેબ સીરિઝમાં કામ કર્યું
ઈન્ડિયન આઈડલ જીત્યા બાદ પ્રશાંતે અનેક ફિલ્મોમાં ગીતો સિવાય નેપાળી ફિલ્મોમાં પણ કામ કર્યું હતુ. તેમણે કેટલાક મ્યુઝિક આલ્બમ દ્વારા ચાહકો વચ્ચે પોપ્યુલિટી મેળવી હતી. આ સિવાય તેમણે એક્ટિંગની દિશામાં પણ પગ રાખ્યો હતો.વેબ સીરિઝ પાતાલ લોક 2માં એક યાદગાર ભૂમિકા નિભાવી હતી. જેમાં તેમણે સ્નાઈપરનું પાત્ર નિભાવી પોતાનું ટેલેન્ટ ચાહકોને દેખાડ્યું હતુ.તેમણે 16 ફેબ્રુઆરી,2011ના રોજ ભારતના નાગાલેન્ડમાં ફ્લાઇટ એટેન્ડન્ટ ગીતા થાપા (માર્થા એલી) સાથે લગ્ન કર્યા. પ્રશાંત હવે આ દુનિયામાં નથી, પરંતુ તે હંમેશા લોકોના હૃદયમાં રહેશે.
રિયાલિટી શો એ ટેલિવિઝન પ્રોગ્રામનો એક પ્રકાર છે. જેનો ઉદ્દેશ્ય રોજિંદા જીવનને રજૂ કરવાના ઉદ્દેશ્ય છે. અહી ક્લિક કરો
