વિશ્વમાં સૌથી વધુ ‘લડાકુ ડ્રોન’ કયા દેશ પાસે છે ? ભારત કયા નંબરે છે ? જાણશો તો આશ્ચર્યચકિત થઈ જશો
'મોડર્ન વોર'ની પદ્ધતિ હવે બદલાઈ ગઈ છે. વોરમાં હવે ડ્રોન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એવામાં ચાલો જાણીએ કે, કયા દેશની પાસે કેટલા ડ્રોન છે...

'મોડર્ન વોર'માં ડ્રોન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. એક સમયે ફક્ત દેખરેખ માટે ઉપયોગમાં લેવાતા ડ્રોન હવે એક શક્તિશાળી સૈન્ય હથિયાર બની ગયા છે. ડ્રોનથી હવે હુમલા, જાસૂસી અને ખતરનાક મિશનને અંજામ આપી શકાય છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધમાં પણ ડ્રોનનો વધુ ઉપયોગ થયો છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર, યુનાઇટેડ સ્ટેટ્સ (US) પાસે વિશ્વના સૌથી મોટા લશ્કરી ડ્રોનના કાફલા છે. નોંધનીય છે કે, યુએસ પાસે 13,000 થી વધુ ડ્રોન છે. આમાંથી ઘણા RQ-11 રેવેન્સ છે. આ સાથે MQ-9 રીપર, MQ-1C ગ્રે ઇગલ અને RQ-4 ગ્લોબલ હોક જેવી એડવાન્સ ટેકનોલોજીવાળા ઘાતક ડ્રોન છે. સરળ શબ્દોમાં કહીએ તો, સંખ્યા અને ટેકનોલોજી બંનેની દ્રષ્ટિએ યુએસનો કોઈ મુકાબલો નથી.

ડ્રોનના મામલામાં તુર્કીએ ઝડપી પ્રગતિ કરીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. તુર્કીનું બાયરાક્ટાર TB2 ડ્રોન ખૂબ જ ફેમસ છે અને હવે તે ઘણા દેશોમાં એક્સપોર્ટ થઈ રહ્યું છે. તુર્કી સૌથી મોટા લશ્કરી ડ્રોન કાફલામાં (1,421) બીજા ક્રમે આવે છે અને પોતાને 'ગ્લોબલ ડ્રોન પાવર' તરીકે સ્થાપિત કરી રહ્યું છે.

બીજીબાજુ ઓસ્ટ્રેલિયા પાસે 557 ડ્રોન છે, જેમાં PD 100 બ્લેક હોર્નેટ અને MQ9 રીપરનો સમાવેશ થાય છે. આ સિવાય ફિનલેન્ડ પાસે 412 ડ્રોન છે. ફિનલેન્ડના કાફલામાં ઓર્બિટર 2B અને રેન્જર ડ્રોનનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, પોલેન્ડ પાસે 1,000 થી વધુ ડ્રોન છે. આમાં વોરમેટ જેવા ખતરનાક ડ્રોન તેમજ ઓર્લિક અને ઓર્બિટર જેવા ડ્રોનનો સમાવેશ થાય છે. પોલેન્ડનું વોરમેટ ડ્રોન એક 'Suicide Drone' છે. રશિયાના કાફલામાં ઓર્લાન-10 જેવા રિકોનિસન્સ ડ્રોન અને ઇઝરાયલથી આયાત કરાયેલા સર્ચર MK II જેવા ડ્રોનનો પણ સમાવેશ થાય છે.

ભારત પાસે આશરે 625 ડ્રોન છે. ડ્રોન પાવરની દ્રષ્ટિએ ભારત છઠ્ઠા ક્રમે છે. આમાં ઇઝરાયલના બનેલ હેરોન 1 અને સ્પાય લાઇટનો સમાવેશ થાય છે. જો કે, ભારત હાલમાં સ્વદેશી ડ્રોન ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. જર્મની પાસે પણ અંદાજે 670 ડ્રોન છે. આ ડ્રોનનો ઉપયોગ દેખરેખ અને યુદ્ધ બંને માટે થાય છે. ફ્રાન્સ પણ 591 ડ્રોન સાથે આ યાદીમાં સ્થાન ધરાવે છે. ફ્રાન્સ પાસે થેલ્સ સ્પાય રેન્જર, ઝફ્રાન પેટ્રોલર અને યુએસનું બનાવેલ MQ-9 રીપર પણ છે.
જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.
