ન્યૂયોર્ક પોલીસે ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોનની કાર રોકી તો સીધો જોડી દીધો ડોનાલ્ડ ટ્રમ્પને ફોન- જુઓ Video
ન્યૂયોર્કમાં તાજેતરમાં 80મા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) નું આયોજન થઈ રહ્યુ છે. જેમા 200 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, સરકારના વડાઓ, મંત્રીઓ અને હજારો રાજદૂતો સામેલ થવા જઈ રહ્યા છે. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે એક જોવા જેવી ઘટના બની.

અમેરિકાના ન્યૂયોર્કમાં આજે એક રસપ્રદ ઘટના બની. પોલીસે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની કારને રસ્તા વચ્ચે રોકી દીધી, જેના કારણે ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ સીધો જ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો. આ વર્ષે 80મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ન્યૂયોર્કમાં યોજાઈ રહી છે, જેમાં લગભગ 200 દેશોના રાષ્ટ્રપ્રમુખો, સરકારના વડાઓ, મંત્રીઓ અને હજારો ડિપ્લોમેટ્સ હાજરી આપી રહ્યા છે. ત્યારે UNGA માં સામેલ થવા માટે જઈ રહેલા મેક્રોનની ગાડીને ન્યૂયોર્ક પોલીસે રસ્તામાં જ રોકી દીધી. જો કે મેક્રોનને આવો અનુભવ તેના દેશમાં પણ ક્યારેય નહીં થયો હોય.
જો કે ઘટના એવી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પના કાફલાને કારણે ન્યૂયોર્કમાં એક શેરી બ્લોક થઈ ગઈ હતી, જેના કારણે ફ્રેન્ચ રાષ્ટ્રપતિનું સત્તાવાર વાહન રોકાઈ ગયું હતું. થોડીવાર રાહ જોયા પછી, મેક્રોન પોતે તેમની કારમાંથી બહાર નીકળ્યા અને હસતાં હસતાં ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરીને રસ્તો ખાલી કરવા વિનંતી કરી. અહેવાલો અનુસાર, બંને નેતાઓ વચ્ચે હસી મજાકમાં વાતચીત થઈ. જેમા મેક્રોન હસતા હસતા જ મજાકમાં કહ્યુ હું અહીં તમારા કારણે રસ્તા પર રાહ જોઈ રહ્યો છુ.
New York police stopped French President Macron’s motorcade because the road was closed for Trump. Macron got out, called Trump, and jokingly asked him to “clear the road.” pic.twitter.com/PYIWd2r92s
— Yeshi Seli (@YeshiSeli) September 23, 2025
ન્યૂયોર્ક પોલીસે ફ્રાંસના રાષ્ટ્રપતિની કાર રોકી
અહેવાલો અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે તરત જ ફોન પર રસ્તો ખાલી કરાવવા વિનંતી કરી. આ ઘટના પછી તરત જ, ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોને જનરલ એસેમ્બલીમાં એક મોટી જાહેરાત કરી. તેમણે સત્તાવાર રીતે જાહેર કર્યું કે ફ્રાન્સ હવે પેલેસ્ટાઇનને એક સ્વતંત્ર રાજ્ય તરીકે માન્યતા આપે છે. આ પગલું મધ્ય પૂર્વીય રાજકારણમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત ઘણા મોટા દેશોની વ્યૂહરચનાઓને અસર કરી શકે છે.
આપને જણાવી દઈએ કે ન્યૂયોર્ક પોલીસ ડોનાલ્ડ ટ્રમ્પના નિયંત્રણ હેઠળ નથી આવતી. જો કે જ્યારે ફ્રાંસિસી રાષ્ટ્રપતિ કારમાંથી ઉતરીને પોલીસની પાસે પહોંચ્યા તો પોલીસે જણાવ્યુ કે ડોનાલ્ડ ટ્રમ્પના કોન્વોયને કારણે ટ્રાફિકને રોકવામા આવ્યો છે, જેમા ફ્રાંસિસી રાષ્ટ્રપતિની કાર પણ સ્ટક થઈ ગઈ હતી.
