AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારત-ફ્રાંસ વચ્ચે ઐતિહાસિક ડીલ ! રાફેલનો હુંકાર, પાકિસ્તાનમાં હાહાકાર !

ભારત સંરક્ષણ ક્ષેત્રે વધુ મજબૂત બની રહ્યું છે, ખાસ કરીને પાકિસ્તાન અને ચીનના પડકારો સામે. ફ્રાન્સ સાથે 114 રાફેલ જેટની સંભવિત મેગા ડીલ "મેક ઇન ઇન્ડિયા" હેઠળ દેશમાં જ નિર્માણ થશે. આ કરાર ભારતીય વાયુસેનાની તાકાતને બમણી કરશે અને દુશ્મનો પર ભારતનો દબદબો સ્થાપિત કરશે. આધુનિક રાફેલ મિસાઈલો અને ટેકનોલોજીથી સજ્જ થઈને ભારતની સુરક્ષા સુનિશ્ચિત કરશે.

Breaking News : ભારત-ફ્રાંસ વચ્ચે ઐતિહાસિક ડીલ ! રાફેલનો હુંકાર, પાકિસ્તાનમાં હાહાકાર !
Indian Air Force Power
| Updated on: Feb 17, 2026 | 9:22 PM
Share

પાકિસ્તાન અને ચીન જેવા દુશ્મન દેશોનો સામનો કરવા માટે ભારતે વધુ શક્તિશાળી બનવું પડશે. જેથી હાલ સરકાર સંરક્ષણ બજેટમાં વધારો કરી રહી છે. નવા નવા કરાર કરવામાં આવી રહ્યા. આપણા દેશમાં જ મિસાઇલથી લઇને રોકેટ સિસ્ટમ બની રહી છે. ત્યારે હવે એવી શકયતાઓ છે કે રાફેલ પણ આપણા જ દેશમાં બની શકે છે. 114 રાફેલ મુદ્દે ડીલ થયા બાદ ભારતીય એરફોર્સનો દબદબો ખુબ જ વધી જશે.

ભારત અને ફ્રાંસ વચ્ચે 20 સમજૂતી થઇ છે. ફ્રાંસ અને ભારત વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે અનેક કરાર થયા છે. દરિયાથી લઇને આકાશ સુધી બંને દેશો વચ્ચે ખુબ જ મહત્વપૂર્ણ કરાર થયા છે. ભારત અને ફ્રાંસ મળીને હેલિકોપ્ટર બનશે. AI- અને સોલાર ક્ષેત્રમાં પણ બંને દેશો વચ્ચે કરાર થશે. જો કે જાણકારો માની રહ્યા છે કે 114 રાફેલ ડીલ ભારત અને ફ્રાંસ વચ્ચે સૌથી મોટી ડીલ સાબિત થઇ શકે છે. ભારત પાસે પહેલાથી જ 36 રાફેલ ફાઇટર જેટ છે..અને જો આગામી વર્ષોમાં 114 વધુ રાફેલ ભારત પાસે આવી જશે. જો એરફોર્સની તાકાત બમણી થઇ જશે. ભારતને માત્ર પાકિસ્તાન જ નહીં. પરંતુ ચીનથી પણ ખતરો છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે. બે મોરચાની લડાઇને ધ્યાને લઇને જ ભારત ફ્રાંસ સાથે કરવા જઇ રહ્યું છે રાફેલની સૌથી મોટી ડીલ. ત્યારે જુઓ. રાફેલની શક્તિ આગળ કેવી રીતે ધરાશાયી થઇ જશે દુશ્મન.

રાફેલ જેટનું નિર્માણ મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ થશે. દસોલ્ટ એવિએશન એક ભારતીય કંપની સાથે મળીને ઉત્પાદન કરશે.ડીલ હેઠળ તમામ 114 જેટમાં ભારતીય હથિયારો, મિસાઈલો અને દારૂગોળો એકીકૃત કરવામાં આવશે અને સુરક્ષિત ડેટા લિંક સિસ્ટમ પણ આપવામાં આવશે, જેથી આ વિમાનો ભારતીય રડાર અને સેન્સર નેટવર્ક સાથે સીધા જોડાઈ શકે. દસો એરફ્રેમ બનાવવાની ટેકનોલોજી ટ્રાન્સફર પણ આપશે, જ્યારે એન્જિન કંપની સાફ્રાન અને એવિયોનિક્સ કંપની થેલ્સ આ પ્રોજેક્ટમાં સહયોગ કરશે.

ભારત પહેલાથી જ ફ્રાન્સ પાસેથી 36 રાફેલ ફાઇટર જેટ ખરીદી ચૂક્યું છે. ભારત અને ફ્રાન્સ વચ્ચે આ વિમાનોની ખરીદીનો કરાર સપ્ટેમ્બર 2016માં થયો હતો. તેની કિંમત તે સમયે લગભગ 7.8 અબજ યુરો એટલે કે આશરે ₹59 હજાર કરોડ હતી. આ રાફેલ વિમાનોની ડિલિવરી તબક્કાવાર રીતે શરૂ થઈ હતી. પ્રથમ વિમાન 2019માં ફ્રાન્સમાં ભારતને સોંપવામાં આવ્યું હતું, જ્યારે 2020થી જેટ ભારતમાં પહોંચવા લાગ્યા. તમામ 36 વિમાનો 2022 સુધીમાં ભારતીય વાયુસેનાને મળી ચૂક્યા હતા.

ભારતીય વાયુસેનાએ આ વિમાનોને બે સ્ક્વોડ્રન અંબાલા એરબેઝ અને હાસીમારા એરબેઝમાં તૈનાત કર્યા છે.રાફેલ જેટ આધુનિક રડાર, ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ અને લાંબા અંતરની મિસાઇલોથી સજ્જ છે. તેમાં મીટિયોર એર-ટુ-એર મિસાઈલ, SCALP ક્રુઝ મિસાઈલ અને MICA મિસાઈલ સિસ્ટમ જેવા અદ્યતન હથિયારોનો સમાવેશ થાય છે, જે વાયુસેનાની હુમલા કરવાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરે છે.

Follow Us
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
g clip-path="url(#clip0_868_265)">