AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નેપાળ બાદ હવે ફ્રાન્સમાં બળવાની સ્થિતિ ! મેક્રોન વિરૂદ્ધ ભીડ રસ્તા પર ઉતરી

નેપાળ બાદ હવે ફ્રાન્સમાં પ્રજાકીય એક નવું આંદોલન શરૂ થયું છે. આ આંદોલનને બ્લોક એવરીથિંગ નામ આપવામાં આવ્યું છે. આજે રે સવારે હાઇવે પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને ટ્રાફિકને ખરાબ રીતે અવરોધવામં આવ્યો છે. સુરક્ષા દળો તહેનાત હોવા છતા ઘણા શહેરોમાં જામ જેવી સ્થિતિ હતી. દેશભરમાં સેંકડોની ધરપકડ કરવામાં આવી છે.

Breaking News : નેપાળ બાદ હવે ફ્રાન્સમાં બળવાની સ્થિતિ ! મેક્રોન વિરૂદ્ધ ભીડ રસ્તા પર ઉતરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2025 | 5:25 PM
Share

નેપાળમાં તાજેતરના વિરોધ પ્રદર્શનો પછી, ફ્રાન્સના રસ્તાઓ પર પણ નાગરિકોના ગુસ્સાની આગ ફાટી નીકળી છે. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વિરુદ્ધ બ્લોક એવરીથિંગ નામના નવા આંદોલને બુધવારે સવારે દેશભરમાં હાઇવે બ્લોક કરી દીધા હતા. વિવિધ સ્થળોએ રસ્તાઓ પર આગચંપી કરવામાં આવી છે, સરકાર અને મેક્રોની વિરૂદ્ધ સૂત્રોચ્ચાર અને અરાજકતાનું વાતાવરણ જોવા મળ્યું હતું. ઘણી બસોને પણ આગ ચાંપી દેવામાં આવી છે.

સુરક્ષા દળોની ભારે તહેનાતી છતાં, રાજધાની પેરિસ સહિત ઘણા મોટા શહેરોમાં પરિસ્થિતિ વધુ વણસી છે. આ બળવો એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ફ્રેન્ચ રાજકારણ પહેલાથી જ સંકટમાં છે. સંસદે તાજેતરમાં જ વિશ્વાસ મતમાં વડા પ્રધાન ફ્રાન્કોઇસ બાયરોને હરાવ્યો હતો, અને મેક્રોનને તેમના કાર્યકાળના પાંચમા વડા પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુની નિમણૂક કરવી પડી હતી.

બ્લોક એવરીથિંગ શું છે?

બ્લોક એવરીથિંગ એ સામાન્ય પ્રદર્શન નથી. આ આંદોલન એક એવા વિચાર પર આધારિત છે કે દેશની વર્તમાન રાજકીય વ્યવસ્થા હવે લોકો માટે ઉપયોગી નથી. તે જમણેરી જૂથો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તે ડાબેરી અને અતિ-ડાબેરી દળો દ્વારા કબજે કરવામાં આવ્યું છે.

વિરોધીઓનો સીધો સંદેશ એ છે કે જો વ્યવસ્થા કામ ના કરે તો દેશની મશીનરી બંધ કરો. આ વિચારસરણીને કારણે, તેઓએ હાઇવે, શહેરો અને પરિવહન વ્યવસ્થા બંધ કરવાની જાહેરાત કરી. આ જ કારણ છે કે તેને બ્લોક એવરીથિંગ કહેવામાં આવી રહ્યું છે. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે, સરકારે 80,000 સુરક્ષા દળો તહેનાત કર્યા છે, જેમાંથી 6,000 ફક્ત પેરિસમાં છે. ફ્રેન્ચ મીડિયાનો અંદાજ છે કે લગભગ 1 લાખ લોકો આ પ્રદર્શનોમાં જોડાઈ શકે છે.

યલો વેસ્ટનો ફરી પડઘો

સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, આ આંદોલન ફ્રાન્સ માટે ચોક્કસપણે નવું છે, પરંતુ તેનો પડઘો 2018 ના યલો વેસ્ટ બળવાની યાદ અપાવે છે. તે સમયે પણ, વધતા ઇંધણના ભાવથી ગુસ્સે થયેલા લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને વિરોધ ધીમે ધીમે રાષ્ટ્રપતિ મેક્રોનની નીતિઓ સામે એક મોટા જન આંદોલનમાં ફેરવાઈ ગયો. આ વખતે પણ પરિસ્થિતિ આવી જ લાગે છે.

રસ્તાઓ બ્લોક અને ધરપકડ

ગૃહમંત્રી બ્રુનો રેટાયોએ માહિતી આપી હતી કે બોર્ડેક્સમાં લગભગ 50 માસ્ક પહેરેલા લોકોએ હાઇવે બ્લોક કરવાનો પ્રયાસ કર્યો હતો. ટુલૂઝમાં એક કેબલમાં આગ લાગવાથી ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. પેરિસ પોલીસે 75 વિરોધીઓની ધરપકડની પુષ્ટિ કરી છે, જ્યારે વિન્સી કંપનીએ જણાવ્યું હતું કે માર્સેલી, મોન્ટપેલિયર, નેન્ટેસ અને લિયોન જેવા મોટા શહેરોમાં ટ્રાફિક ઠપ્પ થઈ ગયો છે.

આ પણ વાંચોઃ Nepal Violent Protests : ઓલીના રાજીનામા પછી બાલેન્દ્ર શાહને વચગાળાના પીએમ બનાવવાની કેમ થઈ રહી છે માંગ ?

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">